વાલોડ તાલુકામાં રૂ. ૮.૯૨ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 22 :- તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાના હસ્તે વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંતર્ગત મંજૂર થયેલા અંદાજે રૂ. ૮.૯૨ કરોડના વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં પી.એમ.કે.કે.વાય., બી.એલ.પી., અને મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના જેવી મહત્વની યોજનાઓ નાગરિકો માટે ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે ગ્રામ્ય અને તાલુકાના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન અંધાત્રી લાઈબ્રેરી, બુહારી મિશ્ર શાળા, હથુકા અને ધામોદલા ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) તેમજ વિવિધ વિસ્તારોમાં આંગણવાડી અને શાળાઓના નવા ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *