તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી 

Contact News Publisher

૬૨૪ જેટલા વિવિધ પ્રકલ્પો માટે કુલ રૂ. ૧૬.૫૦ કરોડની ફાળવણીને મંજૂરી આપતા મંત્રીશ્રી નરેશભાઈ પટેલ 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 20 :- રાજ્યના આદિજાતિ મંત્રીશ્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને શુક્રવારે જિલ્લા આયોજન મંડળની વર્ષ ૨૦૨૬-૨૭ ની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ ૨૦૨૪-૨૫ માટે આયોજન મંડળ સમક્ષ રજૂ કરાયેલ વિવિધ વિકાસ કાર્યોની પ્રભારી મંત્રીએ વિગતવાર સમીક્ષા કરી હતી. આ અવસરે મંત્રીશ્રીએ જિલ્લાના ૮ તાલુકાઓના વિકાસ માટે રજૂ થયેલા ૬૨૪ જેટલા વિવિધ પ્રકલ્પો માટે કુલ રૂ. ૧૬.૫૦ કરોડની ફાળવણીને મંજૂરી આપી હતી.

આ બેઠકમાં રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની વિશેષ ઉપસ્થિતિમાં મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, પીવાના પાણીથી લઈને અન્ય તમામ પાયાની સુવિધાઓ લોકોની સુખાકારી માટે અત્યંત મહત્વની છે. આ લોકઉપયોગી કામો સમયમર્યાદામાં અને સંપૂર્ણ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. વધુમાં, તેમણે ઉમેર્યું કે, આ પ્રકલ્પો પૂર્ણ થવાથી જિલ્લાના છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચશે અને જનસુવિધામાં નોંધપાત્ર વધારો થશે.

બેઠકમાં મંત્રીશ્રી નરેશભાઈ પટેલે પડતર કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરીને આયોજનબદ્ધ રીતે આગામી કામો હાથ ધરવા સુચનો આપ્યા હતા. આ તકે કલેક્ટર ડો. વિપીન ગર્ગે પણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંબંધિત વિભાગ તથા અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી. તેમજ જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગના નેતૃત્વમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે જિલ્લા આયોજન અધિકારીશ્રી કે.વી.પટેલે આયોજન મંડળની બેઠકની રૂપરેખા આપી હતી અને અત્યાર સુધી થયેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.

નોંધનીય છે કે, વિવિધ તાલુકા માટે ફાળવેલી રકમથી રોડ, પેવર બ્લોક, પાણીની સુવિધા, કમ્પાઉન્ડ વોલ, શૌચાલય, ગટર અને વીજળી સહિતના અનેક કામો થકી પ્રજાસુખાકારીને સુનિશ્ચિત કરવામાં આવશે.

આ બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી કુંવરજીભાઈ હળપતિ, શ્રી મોહનભાઈ કોંકણી અને શ્રી મોહનભાઈ ઢોડિયા, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *