સુરત ડિસ્ટ્રીક કો.ઓપરેટીવ બેંકની ૧૦૯મી શાખાનો કેવડી ખાતે કરાયેલો પ્રારંભ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :   સુરત જિલ્લાની સૌથી મોટી ગણાતી સહકારી બેંક, ધી.સુરત ડિસ્ટ્રીક કો.ઓપરેટીવ બેંકે, પોતાની ૧૦૯ મી શાખાનો આજે ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામે પ્રારંભ કરવામાં આવ્યો છે.

જ્યારે આ શાખાની સાથે આ બેંકે ૧૦૨ એ.ટી.એમ. મુક્યા છે, આ બેંકનો કુલ ધંધો નવ હજાર કરોડ રૂપિયાનો છે , આ શાખાનું ઉદ્દઘાટન આ વિસ્તારનાં સાંસદ પ્રભુદાસ વસાવના વરદ હસ્તે કરવામાં આવ્યું છે, આ પ્રસંગે બેંકનાં ચેરમેન નરેશભાઈ પટેલ, દિલીપસિંહ રાઠોડ, સદીપભાઈ દેસાઈ, રીતેશકુમાર વસાવા,વાઇઝ ચેરમેન, સુમુલ ડેરી વગેરેની ઉપસ્થિતમાં આ શાખાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, અત્રે યાદ આપવું જરૂરી છે કે સુરત જિલ્લાના અતિ પછાત એવા ઉમરપાડા તાલુકાના કેવડી ગામે આ બેંકની શાખા શરૂ થતાં આ વિસ્તારની આદિવાસી પ્રજામાં આનંદની લહેર પ્રસરી છે, કેમ કે આ વિસ્તારના પશુપાલકો કે જેમનાં દૂધની રકમ આ બેંક મારફતે ચુકવવામાં આવે છે.આ શાખાનાં શાખા પ્રબંધક તરીકે કિરણકુમાર બી.ચૌહાણ ની નિમણુંક કરવામાં આવી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other