ભારતીય બૌદ્ધ મહાસભા દક્ષિણ ગુજરાત વિભાગની મહિલા શાખા ગઠન શિબિર વ્યારા ખાતે સફળતાપૂર્વક યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય બૌદ્ધ મહાસભા કેન્દ્રીય કાર્યાલયમાંથી સંસ્થાના ટ્રસ્ટી તથા રાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ આદરણીય ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબના આદેશ અનુસાર ગુજરાત રાજ્યમાં મહિલા સંગઠનને મજબૂત બનાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના અનુસંધાનમાં ભારતીય બૌદ્ધ મહાસભા ગુજરાત પ્રદેશના દક્ષિણ ગુજરાત વિભાગ દ્વારા તાપી જિલ્લા શાખાના આયોજન હેઠળ દક્ષિણ ગુજરાત વિભાગ મહિલા શાખા ગઠન શિબિર તા. 15 માર્ચ 2026, રવિવારના રોજ વ્યારા ખાતે આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સફળતાપૂર્વક યોજાઈ.

આ શિબિરમાં મુખ્ય માર્ગદર્શક તરીકે કેન્દ્રિય મહિલા વિભાગ તરફથી આયુ. સુષ્માતાઈ પવાર (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા કેન્દ્રિય મહિલા વિભાગ પ્રમુખ, મુંબઈ) અને આયુ. ભારતીતાઈ શિરાળ (કેન્દ્રિય મહિલા વિભાગ સચિવ, મુંબઈ) ઉપસ્થિત રહી મહિલાઓને માર્ગદર્શન આપ્યું.

કાર્યક્રમમાં બૌદ્ધ મહિલા સંગઠનની બહેનો દ્વારા ખૂબ ઉત્સાહપૂર્ણ ભાગ લેવાયો હતો. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો તેમજ બૌદ્ધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહિલા સશક્તિકરણ, સમાજમાં મહિલાઓની અગત્યની ભૂમિકા, સંગઠનને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત તથા બૌદ્ધ ધર્મના માનવતાવાદી મૂલ્યોના પ્રચાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ પ્રસંગે આમંત્રિત મહેમાનો તરીકે નિમિષાબેન હેમંતભાઈ તરસાડિયા, જમાનાબેન નાનાભાઈ બિરાડે, કમલબેન સુધાકરભાઈ પવાર અને ગૌરીબેન ગિરીશભાઈ બથવાર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત બુદ્ધ વંદના તથા દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમની પ્રસ્તાવના ભારતીય બૌદ્ધ મહાસભા દક્ષિણ ગુજરાત વિભાગના અધ્યક્ષ આદરણીય ગોપાલભાઈ સામુદ્રે દ્વારા કરવામાં આવી હતી, જેમાં તેમણે મહિલા સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવા તેમજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મહિલા સંગઠન નિર્માણ કાર્ય સતત ચાલુ રહેશે એવા પોતાના વિચારો વ્યક્ત કર્યા.

તેમજ નવા નિમાયેલા મહિલા પદાધિકારીઓને ભારતીય બૌદ્ધ મહાસભા તાપી જિલ્લા અધ્યક્ષ આદરણીય આયુ. રમેશભાઈ પવાર, વ્યારા ના સામાજિક કાર્યકર્તા આદરણીય આયુ. હેમંતભાઈ તરસાડિયા, ભારતીય બૌદ્ધ મહાસભા તાપી જિલ્લા સંરક્ષણ ઉપાધ્યક્ષ આયુ. રામચંદ્ર જાઘવ તથા ભારતીય બૌદ્ધ મહાસભા તાપી જિલ્લા વરિષ્ઠ અગ્રણિ કાર્યકર્તા આદરણીય આયુ. સુરેશભાઈ સાળવે દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે આયુમાનિ. સુશીલાબેન વાઘ, સુરેશ સાળવે, સુરેશભાઈ શિંદે, હેમંત તરસાડિયા, જતન કાપૂરે, જીતેશ કાપૂરે, રામચંદ્ર જાઘવ, યોગેશ સાળવે, રાહુલ ગુલાલે, રાહુલ સાળવે તથા ભરતભાઈ બથવાર સહિતના કાર્યકરોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.

આ કાર્યક્રમમાં વડોદરા, નવસારી, ભરૂચ અને અંકલેશ્વર શાખાના પદાધિકારીઓ તથા કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં તેમના સહકાર બદલ આયોજકોએ હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમનું સંચાલન ભારતીય બૌદ્ધ મહાસભા તાપી જિલ્લા મહાસચિવ આયુ. જતન એ. કાપૂરે દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે ઉપસ્થિત મહેમાનો અને કાર્યકરોનો આભાર ભારતીય બૌદ્ધ મહાસભા તાપી જિલ્લા પર્યટન સચિવ આયુ. જીતેશ આર. કાપૂરે દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો.

આ શિબિર દ્વારા દક્ષિણ ગુજરાતમાં મહિલા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનું આયોજકોએ જણાવ્યું. તેમજ આ કાર્યક્રમ માટે માર્ગદર્શન અને પ્રેરણા આપવા બદલ આદરણીય મીરાતાઈ તથા આદરણીય ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબનો વિશેષ આભાર અને ધન્યવાદ વ્યક્ત કરવામાં આવ્યો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *