બીઆરસી ભવન ઓલપાડ ખાતે દ્વિતીય સત્રની પેડાગોજી આધારિત ગણિત વિષયની શિક્ષક તાલીમ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અંતર્ગત શિક્ષણમાં ગુણવત્તા લાવવા અને શિક્ષકોની વ્યાવસાયિક સજ્જતા વધારવા માટે સેવાકાલીન તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ નીતિ મુજબ દરેક શિક્ષકે 50 કલાકની (CPD) તાલીમ લેવી કરજિયાત છે. જે અંતર્ગત ધોરણ 6 થી 8 (ગણિત)માં કાર્યરત શિક્ષકો માટે બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
સદર તાલીમવર્ગમાં ઉપસ્થિત રહીને બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે વિદ્યાર્થીઓને ગણિતીય વિચારોને સમજવા, ગણિતીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા, ગણિતીય સમસ્યાઓનું સમાધાન કરવા, ગણિતીય વિચારોને સમજવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા જેવી મહત્ત્વપૂર્ણ બાબતો વિશે પ્રોત્સાહિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓનાં ગણિતીય વિચારોનું મૂલ્યાંકન કરવા અને તેનો યોગ્ય પ્રતિસાદ આપવા અંગે છણાવટ કરી હતી.
સદર તાલીમ વર્ગનાં તજજ્ઞ એવાં રેખા સોલંકી (સ્યાદલા), અસ્મિતા પટેલ (ભાંડુત), ભાવના માલણકિયા (ઓરમા), જનક ટેલર (વિહારા), ખુશ્બુ પટેલ (કુંકણી) તથા ચૈતાલી ચપટવાલા (કુદિયાણા) એ વિદ્યાર્થીઓમાં ગણિતીય વિચારોને સમજવા અને તેમની ગણિતીય ક્ષમતાઓ વિકસાવવા માટે કેવી રીતે મદદરૂપ થઈ શકાય છે તેની તબક્કાવાર ચર્ચા હાથ ધરી હતી. અંતમાં તાલીમાર્થીઓએ પોતાનાં પ્રતિભાવો રજૂ કર્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
