બરોડા નરેશ સર સયાજીરાવ ગાયકવાડજીની ૧૬૩મી જન્મજયંતિ ઉજવાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : બરોડા નરેશ સર સયાજીરાવ ગાયકવાડજીની ૧૬૩મી જન્મજયંતિ વ્યારા ખાતે પાલિકા પ્રમુખશ્રી રિતેશભાઇ ઉપાધ્યાયના અધ્યક્ષપણા હેઠળ આજ ૧૧મી માર્ચ-૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ કલાકે પાલિકા સભ્યશ્રીઓ, બેંક ઓફ બરોડાના મેનેજરશ્રી તથા સંગઠનના પદાધિકારીઓ અને નગરજનોની ઉપસ્થિતમા મહારાજા ની પ્રતિમા ને ફૂલહાર પહેરાવી પુષ્પવર્ષા કરી ઉજવવામાં આવી હતી.
આજના આ કાર્યક્રમમાં મહામાનવ જન્મજયંતિ ઉજવણી સમીતિના સભ્યશ્રી હેમંતભાઇ તરસાડીયાએ પોતાના વક્તવ્યમા જણાવ્યુ હતુ કે સર સયાજીરાવ ગાયકવાડજી શિક્ષણને પ્રધાન્ય આપતા સને-૧૮૯૮ની સાલમાં વ્યારામાં આવેલ શિવાજી લાઇબ્રેરિ શરૂ કરાવી હતી. જે હાલ પણ કાર્યરત છે. ઉપરાંત તેમણે આથિઁક વહીવટ સુદૄડ બનાવવાસને-૧૯૦૪ સાલમાં વ્યારામાં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી હતી. જેં બેંક આજ પણ પારદર્શક વહીવટ સાથે કાર્યરત છે. પાણીની સુવિધા માટે તેમણે નિર્માણ કરેલ પાતાળ કુવા (વાવ) જે હાલ પણ મનકામેશ્ર્વર મહાદેવ અને મહાદેવ સો મીલના મંદિરોએ જોવા મળે છે. રમત-ગમત ક્ષેત્રે વ્યારાની મધ્યે આવેલ સયાજી ગ્રાઉન્ડ તેમણે તેમના સમયમાં કરેલ કાર્યનું ઝળહળતુ ઉદાહરણ છે.
આજના આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખશ્રી રિતેશભાઇ ઉપાધ્યાય સાથે બેંક ઓફ બરોડા વ્યારા શાખાના મેનેજરશ્રી અને કર્મચારીઓ ઉપરાંત પ્રદેશના કારોબારી સભ્યશ્રી રાજેન્દ્રભાઇ કુવર અને જીલ્લાના મહામંત્રીશ્રી મૃણાલ જોષી, જીલ્લા યુવા ભાજપના પ્રમુખશ્રી વિશાલ પટેલ નગર સંગઠનના પ્રમુખશ્રી પ્રશાંત પંચાલ, નિલાબેન પંડ્યા પાલિકા સભ્યશ્રી સંજયભાઈ સોની, નિમીષાબેન તરસાડીયા, રાકેશભાઈ ચૌધરી તથા નગરના ગણમાન્ય નાગરીકો હાજર રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
