તાપી જિલ્લા પંચાયતની બેઠકોની ફાળવણી અંગે સુધારા પ્રાથમિક આદેશ જાહેર

0
gj-tapi-rural-01-taluka-panchayat-byte-photo-story-10082_17072024005034_1707f_1721157634_470
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.06. :- રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના સચિવશ્રી દ્વારા તાપી જિલ્લા પંચાયતની આગામી સામાન્ય ચૂંટણી માટે અનામત બેઠકોની ફાળવણી અંગેનો સુધારા પ્રાથમિક આદેશ તા. 03.03.2026 ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશ મુજબ જિલ્લાની બેઠકો પર વારાફરતી (રોસ્ટર) ધોરણે અનામત બેઠકો નક્કી કરવામાં આવી છે. આ પ્રક્રિયા દ્વારા આગામી સામાન્ય ચૂંટણીઓ માટે બેઠકોનું માળખું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.

નવા આદેશ અનુસાર, તાપી જિલ્લા પંચાયતની કુલ 26 બેઠકો પૈકી અનુસૂચિત જાતિ માટે 1 સ્ત્રી બેઠક નક્કી કરવામાં આવી છે. જ્યારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે કુલ 2 બેઠકો (1 સ્ત્રી અને 1 સામાન્ય) ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, અનુસૂચિત આદિજાતિ માટે કુલ 23 બેઠકો નક્કી થઈ છે, જેમાં 11 બેઠકો સ્ત્રીઓ માટે અને 12 બેઠકો સામાન્ય શ્રેણીમાં રાખવામાં આવી છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other