વાલોડ તાલુકામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા તાલુકા કક્ષાની કમિટી બેઠક યોજાઈ

0
IMG-20260305-WA0003
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.05 :- તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં પ્રાકૃતિક કૃષિના વ્યાપને વિસ્તૃત કરવાના ઉમદા આશય સાથે તાજેતરમાં યોજાયેલી તાલુકા કક્ષાની કમિટી મીટિંગમાં પર્યાવરણ, માનવ સ્વાસ્થ્ય અને જીવસૃષ્ટિનું રક્ષણ કરતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિને વધુમાં વધુ ખેડૂતો અપનાવે તે માટે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

રાસાયણિક ખેતીના દુષ્પરિણામોથી બચવા અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે પ્રાકૃતિક કૃષિ એ સમયની માંગ છે, અને તે ખેડૂતોની આર્થિક ઉન્નતિમાં પણ પાયાનું કામ કરશે. આ અભિયાનને વેગ આપવા માટે કૃષિ યુનિવર્સિટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK), ડેરી વિજ્ઞાન કેન્દ્રો અને પશુ વિજ્ઞાન કેન્દ્રો જેવી સંસ્થાઓની ભૂમિકા અંગે પણ મહાનુભાવો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતુ.

આ બેઠકમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધીને છેવાડાના ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતીનો સંદેશ પહોંચાડવા અને વાલોડ તાલુકાને આ ક્ષેત્રમાં અગ્રેસર બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other