વાલોડ ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના હસ્તે ખેડૂતોને સાધન-સહાયનું વિતરણ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 01 :- રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના ખેડૂતો સુધી પહોંચાડવાના આશય સાથે શનિવારે વાલોડ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડૂત મિત્રોને વિવિધ ખેતીલક્ષી કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું કે, સરકાર ખેડૂતોની આવક બમણી કરવા અને તેમને આધુનિક ખેતી તરફ વાળવા માટે કટિબદ્ધ છે. ખેતીવાડી યોજના હેઠળ આપવામાં આવતી આ સહાયથી ખેડૂતોને સીધો આર્થિક લાભ થશે અને તેમની ખેતી વધુ સુગમ બનશે.
કાર્યક્રમ દરમિયાન ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા સરકારની અન્ય યોજનાઓ વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને શ્રમની બચત થાય તે હેતુથી ખેડૂતોને પાક સંરક્ષણ માટે અત્યાધુનિક પંપ, સિંચાઈ અને અનાજ સંગ્રહની સુવિધા માટે અને ખેતીકામમાં ઉપયોગી વિવિધ નાના સાધનનું વિતરણ કરાયું હતું.
વાલોડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના ખેડૂત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
