તાપી : જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રજા-પ્રશ્નોને વાચા આપતા નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ

0
IMG-20260226-WA0006
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 26 :- તાપી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે ગુરુવારે યોજાયેલા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગના રાહબરી હેઠળ નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બારડે અરજદારોની રજૂઆતોને રૂબરૂ સાંભળી હતી. જેમાં 9 જેટલા અરજદારો દ્વારા પોતાના પ્રશ્નો, રજૂઆતો, માંગણી તથા સમસ્યાઓને નિવાસી અધિક કલેક્ટરશ્રી સમક્ષ વ્યક્તિગત રીતે રજૂ કર્યા હતા.

આર.આર.બોરડ દ્વારા દરેક અરજદારની રજૂઆતોને કેન્દ્રમાં રાખીને સંબંધિત વિભાગના અધિકારીઓને પ્રજાના પ્રશ્નોને પ્રાધાન્ય આપીને સમયમર્યાદામાં તેનો યોગ્ય ઉકેલ લાવવા દિશાનિર્દેશો આપ્યા હતા.

આ તકે જિલ્લા પોલીસ વડાશ્રી જશુભાઈ દેસાઈ, સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને અરજદારો સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other