તાપી જિલ્લામાં હોટલ-ગેસ્ટહાઉસના માલિકોને પથિક સોફ્ટવેરના ફરજિયાત ઉપયોગ અંગે જાહેરનામું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.04 :- તાપી જિલ્લામાં આવેલી હોટલ, ગેસ્ટહાઉસ, મુસાફરખાના અને ધર્મશાળામાં રોકાતા મુસાફરોની વિગતો પોલીસ તુરંત જ મેળવી શકે તે હેતુથી તૈયાર કરાયેલા પથિક સોફટવેરમાં હવે આ સંચાલકોએ મુસાફરો તથા ગ્રાહકોની ફરજિયાત અને નિયમિત નોંધણી અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.
જાહેરનામા મુજબ, જિલ્લાના શહેર-ગ્રામ્ય વિસ્તારના ઉક્ત તમામ માલિકોએ પોતાના રિસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટિવીટી સહિતનું એક કોમ્પ્યુટર ઇન્સ્ટોલ કરીને ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા પથિક – પ્રોગ્રામ ફોર એનાલિસિસ ઓફ ટ્રાવેલર એન્ડ હોટેલ ઇન્ફોર્મેશન સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને તેમા મેન્યુઅલ રજીસ્ટરમાં થતી તમામ એન્ટ્રીઓ ફરજિયાત પથિકમાં કરવાની રહેશે.
આ જાહેરનામાની અમલવારી તા.03.04.2026 સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
