સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન અંતર્ગત જિલ્લા સમન્વય સમિતિની બેઠક યોજાઈ
આઈઈસી અભિયાન હાથ ધરવા સુચનો આપતાં કલેક્ટર ડો. વિપીન ગર્ગ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 03. :- સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન કમીટીની મંગળવારે યોજાયેલી બેઠકમાં તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવા, ડો. રોહિત ભિંગરાડિયા (લેપ્રસી) સંબંધિત અધિકારીઓને પરસ્પર સંકલન સાથે કામગીરી કરી, ગ્રામ્ય વિસ્તારો સુધી જાગૃતિ અભિયાન હાથ ધરવા માટે કેટલાંક રચનાત્મક સુચનો આપીને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
બેઠકમાં કલેક્ટરશ્રીએ સ્પર્શ અભિયાન અંતર્ગત ડોર ટુ ડોર સર્વે, શંકાસ્પદ કેસોની તપાસ સહિત વિભાગ દ્વારા કરાયેલી કામગીરીની ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી. આ બેઠકમાં સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
