૩૦ જુન સુધી ખ્રિસ્તી ધર્મ સ્થાનો બંધ રાખવાનો નિર્ણય

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સમસ્ત ખ્રિસ્તી સમાજ-ગુજરાતનાં પ્રમુખની એક યાદીમાં જણાવ્યા મુજબ, આજ રોજ તા . ૧૧/૦૬/૨૦૨૦ સમસ્ત ખ્રિસ્તી સમાજના વડપણ હેઠળ દક્ષિણ ગુજરાતમાં આવેલ અન્ય ખ્રિસ્તી સંસ્થાઓનાં વડાઓ તથા આગેવાનો પાસ્ટરો સાથે હાલમાં સરકારશ્રી દ્વારા અપાયેલ ગાઈડ લાઈન પરીપત્ર સંદર્ભમાં ચર્ચા વિચારણા કરવામાં આવી જેમાં સરકારશ્રી દ્વારા પરી પત્ર દ્વારા અપાયેલ છુટ – છાટ દક્ષિણ ગુજરાતમાં આવેલ ખ્રિસ્તી સમાજની ભકતી કરવાની રીત બંધ બેસ્તી ન હોવાથી તથા જરૂરી વ્યવસ્થા હાલ ન હોવાના કારણે સર્વાનુમતે ૩૦ જુન સુધી  હાલની જે સ્થતિ છે . તે મુજબ તમામ સંસ્થાઓએ અને મંડળીઓએ પોતાના ધર્મ સ્થાનો બંધ રાખવાનો નિર્ણય કરેલ છે . જે દરમ્યાન સ્વાથ્યને લગતી સામગ્રી થર્મલ સ્ક્રીનીંગ , સેનેટાઈઝર , માસ્ક તથા જરૂરી અન્ય સમગ્રીની વ્યવસ્થા કરી લેવા દિશા નિર્દેશ જાહેર કરેલ છે . આ ઉપરાંત એવો પણ ઠરાવ કરવામાં આવે છે કે જે કોઈ મંડળીઓ / સંસ્થાઓ સરકારશ્રીના ગૃહ વિભાગના પરીપત્ર ને સંપુર્ણ અનુસરવુ.
સમસ્ત ખ્રિસ્તી સમાજ-ગુજરાતનાં પ્રમુખ દ્વારા મંડળીએ કરવાની થતી વ્યવસ્થાઓ અંગે નીચે મુજબ મુજબની કામગીરી કરવા તેમજ આગળ વધુ સુચના સરકારશ્રી ની નવી ગાઈડ લાઈન મુજબ જાણ કરવામાં આવશે એમ તમામ સંસ્થાઓને જણાવ્યુ છે.
મંડળીએ કરવાની થતી વ્યવસ્થાઓ
( ૧ ) હાથ – પગ – મોં ઘોવા માટે પરબડી પર સાબુ અને હેન્ડવોસની વ્યવસ્થા કરવાની રહેશે . ( ૨ ) પ્રભુ મંદિરમાં અંદર બહાર સેનેટાઈઝેશન – દવાનો છંટકાવ કરવો તથા ભકિત સભા પુરી થયા બાદ પણ દવાનો છંટકાવ કરવાનો રહેશે . ( ૩ ) પ્રવેશ દ્વારા પર થર્મલ સ્ક્રિનીંગની વ્યવસ્થા કરવાની રહેશે . ( ૪ ) તમામ બારી બારણા ખુલ્લા રાખવામાં અને જરુરી ન હોવા પર પંખા પણ બંધ રાખવા . ( ૫ ) સ્વછતા અને સામાજીક અંતર વિષે ચુસ્ત પણે અમલ કરવો . ( ૬ ) આરોગ્ય સેતુ એપ્લિકેશન ફરજીયાત ડાઉનલોડ કરવાની રહેશે . ( ૭ ) મૌખિક અને લેખિત સુચનાઓ આપીને તથા તે અંગે વ્યવસ્થાઓ કરીને આરોગ્યલક્ષી તથા સામાજીક જાગૃતિ લાવવાનો સતત પ્રયત્ન કરવો તથા સરકારની ગાઈડ લાઈન મુજબ ચાલવુ સમાજને નુકશાન થાય તેવી બાબત કરવી નહી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other