પ્રજાજનોને રાહત આપતાં સમાચાર, સુમુલે વિવિધ દહીંના પેકીંગનાં ભાવમાં કરેલો ઘટાડો
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સસ્થા, સુમુલ ડેરીએ આજે તારીખ ૧૧ મી જૂનનાં રોજથી વિવિધ દહીંના પેકીંગનાં ભાવોમાં ઘટાડો કરતાં, પ્રજાજનોને રાહત થશે.
સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની જીવદોરી સમાન ગણાતી, સુરતની સુમુલ ડેરીએ એનાં વિવિધ દહીંના પેકીંગોનાં ભાવો ઘટાડયા છે,જેમાં ૧૦૦ ગ્રામ ફેટ ફ્રી દહીં કપ ૧૨ રૂપિયાનાં ૧૦,૨૦૦ ગ્રામ કપ ૨૦ નાં ૧૭, ૨૦૦ ગ્રામ પાઉચ ૧૪ નાં ૧૨ ,૧ કીલો દહીં પાઉચના ૭૦ નાં ૬૦,પ્રો-ફીટ દહીં કપ ૨૦૦ ગ્રામ ૨૫ નાં ૨૨, પ્રો-ફીટ ૪૦૦ ગ્રામનાં ૪૮ નાં ૪૨, ફેટ ફ્રી દહીં ૧૦ કીલો બકેટ ૮૦૦ નાં ૭૦૦,પંજાબી દહીં ૧૦ કીલો બકેટ ૧૦૦૦ નાં ૮૫૦ રૂપિયા કરવામાં આવ્યા છે, સુમુલનાં નવ યુવાન ચેરમેન રાજુભાઇ પાઠક છેલ્લા ઘણાં લાંબા સમયથી સતા ઉપર છે, અને એમનાં શાસનનો વહીવટ પારદર્શક રહયો છે, દહીંના જે ભાવો ઘટ્યા છે, એ પણ પારદર્શક વહીવટનો નમૂનો છે, હાલમાં કોરોનાં મહામારી ની પરિસ્થિતિમાં અનેક ખાદ્યચીજો નાં ભાવો દિવસે દિવસે વધી રહયા છે, ત્યારે સુમુલ ડેરીએ પ્રજાજનોને રાહત આપતો ભાવ ઘટાડાનો નિર્ણય લીધો છે એને પ્રજાજનોએ આવકાર્યો છે.