પોલીસ દ્વારા માનસિક હેરાનગતિમા સમાધાન કરાવતી 181 અભયમ મહિલા હેલ્પ લાઇન

ફાઈલ તસ્વીર

Contact News Publisher

(માહિતિ વિભાગ- તાપી) – વ્યારા, ગુરૂવાર: તાપી જિલ્લામાં સોનગઢના (સરોજબેન) નામ બદલેલ છે જેઓ પરિવાર સાથે સોનગઢમા રહે છે અને નર્સિંગનો અભ્યાસ કરે છે તેમના પિતા પોલીસ વિભાગમા નોકરી કરે છે. તેઓની બાજુમાં રહેતા પાડોશી અને પોલીસ વિભાગમા જ ફરજ બજાવતા એક ભાઈ જ્યારે સરોજબેન તેમના ઘર આગળથી પસાર થાય ત્યારે અવાર-નવાર અપશબ્દો બોલીને માનહાની કરતા અને રોજ ત્રાસ આપી માનસિક રીતે હેરાનગતિ કરતા હતા. આ અંગે સરોજબેને મદદ માટે ૧૮૧ મહિલા અભયમ તાપીનો સંપર્ક કરેલ. ત્યારે અભયમ ટીમે તરતજ પહોંચી જઈને હેરાન કરતી આ વ્યક્તિને સમજાવવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેણે ગંભીરતાથી ના લેતા પોલીસ ફરિયાદ આપવાનું જણાવતા હેરાન કરનાર વ્યક્તિની સાન ઠેકાણે આવી હતી. અને તરત પોતાની ભૂલ કબૂલી અને હવે પછી આવી ભૂલ નહીં કરે જેની ખાત્રી આપતા સમાધાન કરવામાં આવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને અભયવચન આપતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને આપત્તિની પરિસ્થિતિમાં અનેક મહિલાઓને ઉગારી છે. મહિલાઓ દિનપ્રતિદિન મોટી સંખ્યામાં બચાવ અને રાહત માટે મદદ, માર્ગદર્શન મેળવી રહી છે. અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓ મુશ્કેલીના સમયે ટેલિફોનિક કાઉન્સેલિંગ અને ખાસ કિસ્સામાં રેસ્ક્યુ વાન સાથે સ્થળ પર જઈને મદદ અને બચાવ કરવામાં આવે છે.
૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *