માંગરોળમાં ધોરણ 3ની લાયકાતવાળી જીઆરડી ભરતીમાં બેરોજગારોનો રાફડો ફાટયો
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) : માંગરોળ તાલુકા મથક પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળ. જી.આર. ડી.ની ભરતી માટે ધોરણ.3ની લાયકાત સાથે અરજી ફોર્મ વિતરણ થતા સાત દિવસના નિયત સમયમાં માંગરોળ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ગામોમાં થી કુલ. 1710 જેટલા બેરોજગાર યુવક યુવતીઓએ અરજી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. પોલીસ તંત્ર દ્વારા જીઆરડી ની ભરતી માટે અરજી ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા. તારીખ ૧લી જુનથી અરજી ફોર્મ વિતરણ તાલુકા મથક પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ જાહેરાત થતા જ માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં જીઆરડી ની ભરતી માટે ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. જેમાં 1207. જેટલા યુવક તેમજ ૫૦૩ જેટલી યુવતીઓએ પોતાની લાયકાતના પુરાવાઓ સાથે અરજી ફોર્મ પોલીસ મથકમાં રજૂ કર્યા, અંતે મહત્વની બાબત એ છે કે જી આર ડી ભરતી માટે ધોરણ 3થી ધોરણ 7 સુધી ની લાયકાત નક્કી કરવામાં આવી હતી પરંતુ બેરોજગાર બનેલ શિક્ષિત યુવતીઓ જેમણે ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ મૂળ કરેલ સંખ્યાબંધ ઉમેદવારો આ ભરતીમાં જોડાવા મજબૂર બન્યા છે. ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે તંત્ર દ્વારા ગામ રક્ષક દળની કેટલી જગ્યા ભરતી કરવી તે અંગેની કોઇ ચોક્કસ જાહેરાત કરવામાં આવી ન હતી અને હાલ માત્ર 30 જીઆરડી યુવકોની ભરતી કરવાનું જાહેર કરવામાં આવ્યુ છે. મહત્વની બાબત એ છે કે 503 જેટલી યુવતીઓએ પણ આ ભરતી માટે પોતાની અરજી ફોર્મ રજુ કર્યા છે પરંતુ હાલમાં યુવતીઓ માટે કોઇ જોગવાઇ કરવામાં આવી નથી.