ઉકાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, શ્રી એન.જી. પાંચાણી પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. આનંદજીભાઇ ચેમાભાઇ તથા અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇને મળેલ સંયુકત બાતમી આધારે ઉકાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહબીશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- વસીમ મોહમદ રશીદ શેખ મુળરહે. મેમણગલી, નવાપુર તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર હાલ રહે.રાયંગણ વસાવે ફળીયું, તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)ને પકડી પાડી તા.૨૦/૧૨/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઈ. જગદિશભાઇ જોરારામ, એ.એસ.આઈ જયેશભાઇ લીલકીયાભાઇ તથા અહે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ નોકરી એલ.સી.બી. તાપી તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઈ. આનંદજીભાઈ ચેમાભાઈ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇએ કામગીરી કરેલ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *