વ્યારામાં ATM કાપી ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઉત્તરાખંડથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા સાયબર ક્રાઇમ પોલીસ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ રાત્રીના આશરે ૩/૦૦ વાગ્યાના અરસામાં અજાણ્યા ચોર ઇસમોએ ૯૯/૧ ગોવિંદ ક્રુપા, કાનપુરા, મેઇન રોડ, વ્યારા તા.વ્યારા ખાતે આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના હિટાચી કંપનીના બે ATM મશીન કોઇ કટર કે કોઇ હથિયાર વડે કાપી બે ATM માં જમા કુલ્લે રૂપિયા ૪૪,૦૧,૪૦૦/-ની ચોરી કરી તેમજ બે ATM મશીનના રૂપિયા ૪,૦૦,૦૦૦/- નુ નુકશાન કરી નાશી ગયેલ હોય જે બાબતે વ્યારા પો.સ્ટે.મા ગુનો નોધાયેલ હતો. જે ગુનાના કામે સંડોવાયેલ નહી પકડાયેલ આરોપીઓને શોધી કાઢવા તેમજ ચોર મુદ્દામાલ રીકવર કરવા સારૂ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરતે સુચના આપેલ હતી.

આજરોજ પોલીસ અધિક્ષકશ્રી જી.તાપી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વ્યારા વિભાગના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહીલ એલ.સી.બી. તાપી, પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના સીધા સુપરવિઝન હેઠળ આ ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓ તથા ચોર મુદ્દામાલ શોધી કાઢવા તપાસ તજવીજ ચાલુ હતી. દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ધમેશભાઇ મગનભાઈ અને પો.કો. રોનક સ્ટીવનસનને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “આ ગુનાના નહી પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી ઇનામ સાહિદ, રહે.જાફરાબાદ, તૌરૂ, મેવાત (હરીયાણા) હાલમાં હરિયાણાથી ઉત્તરાખંડ રાજ્ય તરફ જવાનો છે.” તેવી બાતમી હકિકત મળતા ટેકનિકલ ટીમની મદદથી તેમજ હ્યુમન શોર્સથી જરૂરી તપાસ કરતા આ બાતમી હકીકત સાચી હોય, જેથી પો.સ.ઈ.શ્રી, એન.એસ. વસાવા પેરોલ- ફર્લો સ્કોર્ડ, તાપી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની ટીમ સરકારી વાહનમાં આ આરોપીની તપાસ અર્થે ઉત્તરાખંડ રાજ્ય ખાતે જવા રવાના થયેલ અને આ કામે આરોપીની હાજરી બાબતે ટેકનિકલ ટીમ તેમજ હ્યુમન શોર્સથી જરૂરી તપાસ કરતા આ આરોપી ઉત્તરાખંડ રાજ્યના દિનેશપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચસ્કા નામના ગેસ્ટ હાઉસમાં રોકાયેલાની હકીકત મળતા તે સરનામે સ્થાનિક પોલીસ મદદ લઇ જતા આ કામનો આરોપી મળી આવતા પકડાયેલ આરોપી- ઇનામ સહિદ મેવુ ઉ.વ.૩૧ રહે.ગામ.જાફરાબાદ તા.તાવડુ જી.મેવાત નૂહુ હરિયાણાને પકડી પાડી પકડાયેલ આરોપીને વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા સને ૨૦૨૪ ના ઓક્ટોમ્બર માસમાં હરિયાણા ખાતે વસીમ અકરમ અખ્તર હુસેન ખાન તથા તેની સાથે વારીસ ખાન ઉર્ફે લહેકી અને બીજા બે માણસો સાથે રાજકોટમાં સાપર ગામમાં એક ATM ની રેકી કરી ATM કાપવા માટેનો સામાન એકત્ર કરી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરેલ છે. અને ત્યાર બાદ અલગ અલગ વાહનો દ્વારા વાલીયા ચોકડી ખાતે આવી લાલસીંગે તેના ઓળખીતી પ્રશાંત ઉર્ફે પશીયાને ફોન કરી બોલાવી ટેમ્પો લઇ વ્યારા ગામમાં ATM ની રેકી કરતા કોઇ ગાર્ડ હાજર રહેતો નહિ હોવાનું જણાતા તે ATMમાં ચોરી કરવાનુ નક્કી કરી બીજા દિવસે બારડોલી ખાતેથી ગેસ કટર તથા બાટલા, સ્પ્રે, પાઇપ વિગેરે સામાન ખરીદી લાવેલા અને તે રાત્રીએ આશરે દોઢ બે વાગેના સુમારે ખુશાલપુરાથી તમામ સરસામાન સાથે પ્રશાંત ઉર્ફે પશીયાના ટેમ્પોમાં વ્યારા ખાતે આવી ATM કટીંગ કરી ATMમાના પૈસા ભરેલ પ્લાસ્ટીકના બોક્ષ તથા ગેસ કટર અને બીજો સરસામાન ટેમ્પોમાં મુકી કુલ્લે રૂપિયા ૪૪,૦૧,૪૦૦/- ની ચોરી કરી તેમજ બે ATM મશીનના રૂપિયા ૪,૦૦,૦૦૦/- નુ નુકશાન કરેલ હોવાનું જણાવતો હોય આરોપીના કબજામાંથી ઓપ્પો કંપનીનો મોબાઇલ ફોન મળી કિ.રૂ. કિ.રૂ.૩,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી આરોપીને તા.૨૯/૧૧/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ તપાસ સારુ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

પકડાયેલ આરોપી:-

(૧) ઇનામ સહિદ મેવુ ઉ.વ.૩૧ રહે.ગામ.જાફરાબાદ તા.તાવડુ જી.મેવાત નૂહુ હરિયાણા

મળી આવેલ મુદ્દામાલ :-

(૧) ઓપ્પો કંપનીનો મોબાઇલ ફોન (૧)૮૬૨૯૦૯૦૬૨૭૭૪૨૩૬ (૨) ૮૬૨૯૦૯૦૬૨૭૭૪૨૨૮ ४.३.३,०००/-

ગુનાઓમાં વોન્ટેડ :-

(૧) વ્યારા પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૧૨૪૨૦૦૨/૨૦૨૪, ભારતીય ન્યાય સહિંતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), ૩૨૪(૫), ૩૩૪(૧) મુજબ

(૨) મહારાષ્ટ્ર પેન પો.સ્ટે. ગુ.૨.નં- ૧૧/૨૦૨૨ ઇ.પી.કો. કલમ- ૩૮૦, ૪૩૫ વિગેરે મુજબ

(૩) ગોવા અંજુના પો.સ્ટે. ગુ.૨.નં- ૧૨૭/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ- ૩૨૪(૩), ૩૦૫, વિગેરે મુજબ

(૪) ગોવા માપુસા પો.સ્ટે. વિસ્તારમાં સને- ૨૦૨૨ માં ગુનો આચરેલ હોવાની કબુલાત કરેલ છે.

ગુનાનો એમ.ઓ :-

(૧) ગાર્ડ વગરના ATMની રેકી કરી ટાર્ગેટ નકકી કરવો

(૨) પોતાની ઓળખ છુપાવવા ચહેરા પર બુકાની બાંધી ATMના C.C. T.V. કેમેરા પર સ્પ્રે કરવો

(3) ગેસ કટરથી ATM કટીંગ કરી ચોરી કરવી

(૪) આ પ્રકારના ગુનામાં પરપ્રાંતીય આરોપીઓને બોલાવી ગુના આચરવા.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, પો.ઇન્સ.શ્રી, એસ.પી. સોઢા, એલ.સી.બી. તાપી, પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, સાયબર ક્રાઇમ પો.સ્ટે., પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, એ.એસ.આઇ. ધમેશભાઈ મગનભાઇ, હે.કો. વિનોદભાઈ પ્રતાપભાઈ, હે.કો. હરપાલસિંહ અભેસિંહ, પો.કો. રોનક સ્ટીવંસન, પો.કો. ઇન્દ્રસિંહ વાલાભાઇ, અ.પો.કો. અરૂણભાઇ જાલમસીંગભાઇ, પો.કો. વિપુલભાઇ બટુકભાઇ, ડ્રા.એ.એસ.આઇ. કિરણભાઇ વેચ્યાભાઇએ કામગીરી કરેલ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *