ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી ડૉ. જયરામભાઈ ગામીત સાથે ગંગા સમગ્ર તાપી પ્રાંત અને”સર્વાંગી વિકાસ માટેની અનોખી પાઠશાળા” ના પ્રતિનિધિઓની મુલાકાત
(પ્રતિનિધિ દ્વારા, વ્યાર) : ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી ડૉ. જયરામભાઈ ગામીત સાથે ગંગા સમગ્ર તાપી પ્રાંત અને માનવતા જાગૃત ટ્રસ્ટ સંચાલિત “સર્વાંગી વિકાસ માટેની અનોખી પાઠશાળા” ના પ્રતિનિધિઓ દ્વારા તા.24/11/2025 સોમવાર સર્કિટ હાઉસ કિલ્લે-સોનગઢ ખાતે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.
મંત્રીશ્રી સાથે શુભેચ્છા મુલાકાત દરમિયાન આગામી 30 નવેમ્બર 2025 ના રોજ સવારે રકતદાન કેમ્પ અને બપોરે તાપી જિલ્લાના ચાર તાલુકા માટે શૈક્ષણિક જાગૃતિ સેમીનાર “પ્રેરણા થી પ્રગતિ” દ્વારા ભારત સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય અને ગુજરાત સરકાર સંચાલિત ટ્રાઈબલ મોડલ સ્કૂલોમાં પ્રવેશ પરીક્ષાઓ માટે તૈયાર કરી શત પ્રતિશત વિદ્યાર્થીઓને પ્રવેશ મળે એ સુનિશ્ચિત કરવા પર ચર્ચા વિચારણા કરવામાં આવી.
ગંગા સમગ્ર તાપી પ્રાંત અને માનવતા જાગૃત ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે થનાર 30મી નવેમ્બર 2025 રવિવાર ના “પ્રેરણા થી પ્રગતિ” કાર્યક્રમના અધ્યક્ષ સ્થાન માટે મંત્રી શ્રી ડૉ. જયરામભાઈ ગામીત સાહેબ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
શુભેચ્છા મુલાકાત દરમિયાન મંત્રી શ્રી ડૉ. જયરામભાઈ ગામીતે એમનો પ્રતિભાવ ખુબજ સકારાત્મક રહ્યો હતો. આમંત્રણ સ્વીકારી હાજર રહેવા માટેની તૈયારી પણ દાખવી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
