દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, વ્યારા ખાતે મફત ચક્ષુ નિદાન અને સારવાર કેમ્પ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગ્રામ સેવા સમાજ, રોટરી ક્લબ ઓફ વ્યારા, રોટરી વ્યારા ચેરીટેબલ ટ્રસ્ટ, વ્યારા ના સંયુક્ત ઉપક્રમે તા. 9-11-25 ને રવિવારે દક્ષિણાપથ વિવિધલક્ષી વિધ્યાલય, વ્યારા ના પ્રાંગણમાં વિના મૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પના આયોજન માટે રોટરી વ્યારા ચેરીટેબલના પ્રમુખ સમીર વાણી રોટરી ક્લબ વ્યારાના સિનિયર રોટેરિયન નિલેષ સોની અને માનદ મંત્રી આશિષ શાહે ભારે જહેમત ઉઠાવી. આંખની તપાસ માટે રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ, નવસારીના ડોક્ટરો અને ઓપ્ટોમેટ્રિસ્ટ ની ટીમ હાજર રહી હતી. સવારે 9.00 થી બપોરે 1.00 કલાક સુધી વિવિધ પ્રકારે ઝીણવટભરી આંખની તપાસ કરી લાભાર્થીઓને નજીકના અને દૂરની દ્રષ્ટી સમસ્યાઓ નજીકના ચશ્મા અને આંખમાં નાંખવાના ટીપાં આપવામાં આવ્યા. કેમ્પમાં કુલ 298 લાભાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 162 લાભાર્થીઓને દૂરના – નજીકના ચશ્મા આપવામાં આવ્યા અને 18 લાભાર્થીઓને વધુ તપાસ માટે નવસારી રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રિફર કરવામાં આવ્યા છે. 32 લાભાર્થીઓને મોતિયાના ઓપરેશનનું નિદાન કરવામાં આવ્યું અને તે પૈકી પ્રથમ 20 લાભાર્થીઓને તા. 10-11-2025 ને સોમવારે રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ, નવસારીનું વાહન આવી લઈ જશે અને બાકીના 12 લાભાર્થીઓને તા. 12-11-2025 ને બુધવારે લઈ જવામાં આવશે. દરેક લાભાર્થીને એમના એક અંગત વ્યક્તિ સાથે નવસારી રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ મુકામે ઓપરેશન- રહેવા – ભોજનની વિના મૂલ્યે સેવા આપવામાં આવશે. આ સેવાકીય યજ્ઞમાં ગ્રામ સેવા સમાજના પ્રમુખ અમરસિંહભાઈ ઝેડ. ચૌધરી ખાસ ઉપસ્થીત રહ્યા હતા અને કેમ્પની ગતીવિધિ નિહાળી હતી. કેમ્પમાં આવેલ રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરો અને ઓપ્ટોમેટ્રિસ્ટની ટીમ અને સ્વયંસેવકો માટે નાસ્તાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેમ્પને સફળ બનાવવા માટે રોટરી પ્રમુખ ઋજુતા ગાંધી, રોટરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સમીર વાણી, પ્રોજેકટ ચેર – નિલેષ સોની, કમલ ભાવસાર, રાજેશ શેઠ, મંત્રી – આશિષ શાહ, વંદના વાણી, અનિતા દેસાઈ, ગૌરાંગ દેસાઈ, અને નવા ઉત્સાહી સભ્ય -સંજય પટેલ ઉપસ્થીત રહ્યા હતા. રોટરી વ્યારા આજુબાજુના વિસ્તારમાં આ પ્રકારના સેવા યજ્ઞોનું સતત આયોજન કરતી રહે છે. રોટરી વર્ષ 2025-26 દરમ્યાન આવનારા સમયમાં ચાંપાવાડી PHC, પંચોલ આશ્રમ શાળા અને બુહારી મુકામે આવા કેમ્પ કરવાનું આયોજન કર્યું છે – આ વિસ્તારના નાગરીકોને નોંધ લેવા નમ્ર વિનંતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
