સુરત જિલ્લાના ભાડુંત ગામના વતની ધર્મેન્દ્ર પટેલને બેસ્ટ પ્રિન્સિપાલ એવોર્ડ એનાયત

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : વડોદરા ખાતે યોજાયેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નેશનલ એજ્યુકેશનલ કન્ફરન્સમાં શિક્ષણ ક્ષેત્રે અનન્ય યોગદાન બદલ ગુજરાત બાલ રક્ષક પ્રતિષ્ઠાન દ્વારા ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ ધર્મેન્દ્ર પટેલને પ્રતિષ્ઠિત બેસ્ટ પ્રિન્સિપાલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ધર્મેન્દ્ર પટેલ વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે નવીન પ્રયાસો, વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને માનવીય મૂલ્યોના વિકાસ માટે સતત કાર્યરત છે. તેઓ શાળામાં પર્યાવરણ જાગૃતિ, સ્વચ્છતા અભિયાન, ડિજિટલ શિક્ષણ અને સામાજિક જવાબદારી જેવા અનેક કાર્યક્રમો સફળતાપૂર્વક અમલમાં મૂકે છે. તેમના નેતૃત્વ હેઠળ શાળા અનેક ક્ષેત્રોમાં આગેવાન બની છે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઉદાહરણરૂપ બની છે.

આ એવોર્ડ દ્વારા ધર્મેન્દ્ર પટેલના શિક્ષણ પ્રત્યેના સમર્પણ, નવીન દ્રષ્ટિકોણ અને શિક્ષક સમુદાય માટેના પ્રેરણાદાયી કાર્યને માન્યતા આપવામાં આવી છે. તેમની સિદ્ધિએ માત્ર કોબા શાળાનું જ નહીં પરંતુ સમગ્ર ઓલપાડ તાલુકા અને સુરત જિલ્લાના ગૌરવમાં વધારો કર્યો છે. શિક્ષણ ક્ષેત્રે આવા ઉત્કૃષ્ટ પ્રિન્સિપાલો દેશના ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *