ચોર્યાસી તાલુકામાં પોષણ ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ICDS શાખા જિ.પં. સુરતનાં પ્રોગ્રામ ઓફિસરનાં માર્ગદર્શન હેઠળ ચોર્યાસી તાલુકા પંચાયત ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત ટી.એચ.આર. અને મિલેટ વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા ટી.એચ.આર. અને મિલેટ્સનાં ફાયદા, પોષણ મૂલ્યો, રોજિંદા આહારમાં મિલેટ્સનાં ઉપયોગ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સ્પર્ધાનાં અંતે વાનગીઓનાં પોષણ મૂલ્યો, સજાવટ, સ્વાદ વગેરેનાં આધારે સ્પર્ધામાં પ્રથમ, દ્રિતીય અને તૃતિય ઇનામો એનાયત કરી આંગણવાડી કાર્યકર બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે તાલુકા પંચાયત ચોર્યાસીનાં પ્રમુખ તૃપ્તિબેન પટેલ, તાલુકા પંચાયત સભ્યો, ચોર્યાસીનાં સી.ડી.પી.ઓ. દિક્ષીતાબેન ડોડીયા, મેડિકલ ઓફિસર, ચોર્યાસી ઘટકનાં મુખ્ય સેવિકા બહેનો કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
