ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક હાઇસ્કુલનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, સુરત પ્રતિ વર્ષે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મદિવસ નિમિત્તે સંસ્થાનાં શિક્ષકો કે જેઓ વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે એમને શિક્ષણ એવોર્ડથી નવાજવાનાં કાર્યક્રમનું આયોજન કરે છે. જેનાં ભાગરૂપે ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક હાઈસ્કૂલનાં શિક્ષિકા ધનવંતીબેન સંગારને સાર્વજનિક શિક્ષણ રત્ન એવોર્ડ અને રાખીસિંગને સાર્વજનિક વિદ્યાસાધક એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતાં.
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનાં અધ્યક્ષ ભરતભાઈ શાહ, પ્રથમ ઉપાધ્યક્ષ આશિષભાઈ વકીલ અને દ્વિતીય ઉપાધ્યક્ષ ડોક્ટર કિશોર દેસાઈનાં માર્ગદર્શન હેઠળ આ શિક્ષણ એવોર્ડનું આયોજન શિક્ષક દિનનાં શુભ અવસરે કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે શૈક્ષણિક વિકાસ વિશેનાં પ્રવક્તા અને વિવિધ વર્માનપત્રોનાં મંત્રી અને તંત્રી રહેલ કૃષ્ણકાંત ઉનડકટ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પોતાનાં શૈક્ષણિક જ્ઞાનથી વિદ્યાર્થીઓની ઉજ્જ્વળ કારકિર્દી માટે મહત્વનું યોગદાન આપનાર ઘનશ્યામદાસપ્રસાદ સનાઢીયા અને મેઘાણીને સાંદિપની ઋષિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને વર્ષો સુધી વિદ્યાનું માબતર દાન આપી સંસ્થાનું ઋણ અદા કર્યું હતું. ઉપરોક્ત મહાનુભવો અને શાળા કમિટીનાં ચેરમેન અજીતભાઈ શાહ, આચાર્ય શાલીનભાઈ પટેલે સદર સમારંભમાં એવોર્ડ પ્રાપ્ત કરનાર તમામ શિક્ષણવિદોને અભિનંદન પાઠવ્યા હતાં.
રીપોર્ટ : વિજય પટેલ
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
