VNSGUનાં સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ સુરતના ઐતિહાસિક કિલ્લાની મુલાકાત લીધી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માનનીય ફુલપતિ શ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા સાહેબ, કુલ સચિવ શ્રી ડૉ. રમેશદાન ગઢવી સાહેબ અને સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. મધુભાઈ ગાયકવાડ સાહેબની પ્રેરણાથી સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ સુરતના ઐતિહાસિક કિલ્લાની મુલાકાત લીધી. જેમાં કિલ્લાની ઐતિહાસિક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ વિદ્યાર્થીઓને બતાવામાં આવી. ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ઉપરાંત કિલ્લામાં રાજા-રજવાડાઓના સમયની ઐતિહાસીક સંસ્કૃતિલક્ષી તસ્વીરો, નકશાઓ, વણાટકામ, મૂર્તિઓ, લેખો-શિલાલેખો, કાષ્ટકલા, ચલણી સિક્કાઓ અને નોટો, વિવિધ દેશોની પોસ્ટ ટીકીટો તેમજ ચીનના માટીના વાસણો, હાથીદાંતની બનાવટો, યુદ્ધ સમયના શસ્ત્રો, બ્રિટીશ શાસન સમયનું દ્રષ્ટાંતરૂપ ન્યાયાલય વગેરેથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ મુઘલ, પોર્ટુગીઝ, ડચ અને બ્રિટીશ શાસનકાળ દરમિયાનની વિવિધ સંસ્કૃતિઓ વિષેની જાણકારીઓ વિદ્યાર્થીઓને આપવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. જીતેન્દ્ર વસાવા, ડો. દીક્ષીતા પટેલ, ડો. ગોવિંદ બારૈયા અને પ્રા.પરેશ સાળવે એ સુરતના ઐતિહાસિક કિલ્લાની મુલાકાત કરાવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
.

