માંગરોળ તાલુકાના વાંકલમાં કોમી એકતાનું દર્શન
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) : માંગરોળ તાલુકાના વાંકલ ગામે તાજેતરમાં મુસ્લિમ અને હિંદુ ના અગ્નિ સંસ્કાર કર્યા હતા.ત્યારબાદ મુસ્લિમે હિન્દુ ધર્મ મુજબ મિત્રના મરણની બારમાં તેરમાની વિધિ કરાવી લોકોને લાડુ નું ભોજન તેમજ કોમી એકતા સાથે મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું હતું. ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ભરાડીયા ગામના એક સમયના આર્થિક રીતે સમૃદ્ધ પટેલ પરિવારના પ્રફુલભાઇ પટેલ 300 વીઘા જમીન ના ખાતેદાર હતા પરંતુ વિધિના લેખ માં કોઈ મેખ ના મારી શકે એ મુજબ પરિવારનો માળો વિખરાય વિખરાઈ જવાની શરૂઆત થઇ હતી પત્ની સાથે મન મેર ના થતા લગન જીવન બરબાદ થઈ હતું એક પુત્રી સાથે ભાડાના મકાનમાં રહેવાની નોબત આવી હટી પુત્રીને પરણાવી દીધા પછી પ્રફુલભાઈ ને ક્યાં રહે એ મોટો પ્રશ્ન હતો આવા સમયે ગામના મુસ્લિમ મિત્ર સબીરભાઈ મ દદે આવ્યા હતા પ્રફુલભાઈ ને સતત 18 વર્ષ સુધી ઘરમાં આશરો આપ્યો અને ઘરના સભ્ય તરીકે રાખ્યા હતા અવસાન થયા પછી તેમના સગા સંબંધીઓની સમયની રાહ જોયા વિના સબીરભાઈ એ જવાબદારી ઉપાડી લીધી અને અંતિમ સંસ્કાર કર્યા હતા તેમણે હિન્દુ ધર્મના રીતી રિવાજ મુજબ બ્રાહ્મણો પાસે બારમાં તેરમાની વિધિ કરાવી લોકોને ભોજન કરાવી મિત્ર ના આત્માને શાંતિ મળે તેવા પ્રયાસો કર્યા હતા આમ તેમણે આજ ના સમય મા કોમી એકતાના ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલ હતું અને ખરી મિત્રતા નિભાવી હતી