માંગરોળના ધારાસભ્ય અને રાજયનાં વન મંત્રીની રજુઆત બાદ લીડીયાત થી ઘૂંટી સુધીનાં માર્ગનાં નવીનીકરણ માટે ૧,૬૩,૨૬૦૦૦ રૂપિયા મંજુર કરવામાં આવ્યા
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ધારાસભ્ય અને રાજયનાં વનમંત્રી ગણપતસિંહ વસાવાએ માંગરોળ તાલુકાનાં લીડીયાત થી ઘૂંટી જતાં માર્ગનાં નવીનીકરણ માટે માર્ગ અને મકાન વિભાગનાં મંત્રીને રજુઆત કરી હતી.
વનમંત્રીની રજુઆતબાદ માર્ગ અને મકાન વિભાગનાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે લીડીયાત થી ઘૂંટી જતાં ૧૭.૨૭ કિલોમીટરની લબાઈ ધરાવતાં આ માર્ગનાં નવીનીકરણ માટે ૧,૬૩,૨૬૦૦૦ રૂપિયા મંજુર કરી આ અંગેની જાણ કરતો પત્ર વનવિભાગનાં મંત્રીશ્રીને મોકલવામાં આવ્યા છે.આ માર્ગનો લાભ માંગરોળ તાલુકાનાં લીડીયાત, છમૂછલ, પણેથા, શેઠી, ઘૂંટી આમ પાંચ ગામોની પ્રજાજનોને મળશે.આ માર્ગ પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના – ૩ હેઠળ મંજુર કરવામાં આવ્યો છે.આ માર્ગનો જોબનંબર પણ ફાળવી દઈ ,સુરતનાં કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગને આ અંગેની આગળની કાર્યવાહી કરવા જણાવ્યું છે.ઉપરોક્ત પાંચ ગામોની પ્રજાજનોએ વનમંત્રીશ્રી નો આભાર વ્યક્ત કર્યો છે.