બાલદા ગામે ગામઠાણની જમીનમાં બિન અધિકૃત રીતે કરેલ દબાણ દૂર નહિ કરાય તો જેલભરો આંદોલન કરવાની બી.ટી.એસ.ની ચિમકી
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા નિઝર) : કુકરમુંડા તાલુકાના બાલદા ગામના આદિવાસી સમાજ અને બી ટી એસ સંગઠન દ્વારા તારીખ:૨૩/૧૦/૨૦૧૯ની રોજે બાલદા ગામના આદિવાસી સમાજ અને બી ટી એસ દ્વારા કુકરમુંડા સેવાસદનની આગળનો રસ્તો રોકો આંદોલન રેલી સાથે અને બાલદા ગામે ગામઠાણની જમીનમાં બિન અધિકૃત રીતે કરેલ દબાણ દૂર થાય અને કાયદાકીય રીતે નિકાલ કરવામાં આવે અને આદિવાસી પરિવારોને રહેઠાણ માટે નવા પ્લોટ ગામઠાણમાં આપવામાં આવે એવી માંગો સાથે બી ટી એસ સંગઠન નિઝર /કુકરમુંડા અને બાલદા ગામના આદિવાસી સમાજ દ્વારા કુકરમુંડાનાં મેઁ. મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર લેતા સમયે મેઁ. મામલતદારશ્રીએ જણાવ્યું હતું કે ત્રણ મહિનામાં આ આવેદનપત્રનું નિકાલ કરવામાં આવશે. પરંતુ બાલદા ગામના આદિવાસી સમાજ ત્રણ મહિના રાહ જોતા રહયા. ત્રણ મહિના વીતી ગયા પરંતુ મામલદારએ કોઈ કાર્યવાહી કરી નથી. મામલતદાર પર સવાલ ઉઠે છે કે ત્રણ મહિનામાં પણ કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી ?
આઠ મહિના પછી બાલદા ગામના આદિવાસી સમાજને ન્યાય ના મળતા એકવાર ફરી બી ટી એસ સંઘઠન અને બાલદા ગામના આદિવાસી સમાજએ ફરી એકવાર તારીખ:૨૯/૫/૨૦૨૦ની રોજ મેઁ. મામલતદારશ્રી. કુકરમુંડા, મેઁ.તાલુકા વિકાસ અધિકારીશ્રી. કુકરમુંડા,મેઁ. જિલ્લા વિકાસ અધિકારીશ્રી. તાપી, મેઁ.કલેકટર સાહેબશ્રી.તાપી, મેઁ.પી.એસ.આઈશ્રી. નિઝર, મેઁ. તાપી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રીઓ ને પણ અરજીઓ આપવામાં આવેલ છે. ત્રણ મહિનાનો સમય વીતી જતા પણ મામલતદારશ્રીએ આજ દિન સુધી અમારી માંગણી પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કેમ માંગણી પર કાર્યવાહી કરવામાં આવી નથી? તે પ્રશ્ન મામલતદારશ્રી પર ઉઠે છે? કેમ દબાણ વાળી જમીન પર હાલમાં કોરોનની મહામારીના આડામાં ફેન્સીંગ (કંપાઉન્ડ)નું કામ ચાલુ કરવામાં આવેલ છે. તો પછી દબાણ વાળી જમીન પર કંપાઉન્ડ બાંધવા માટે કોન મંજૂરી આપી. આ પણ પ્રશ્ન પ્રશાસન પર સવાલ ઉઠી રહયો છે. મળતી માહિતી મુજબ બાલદાના આદિવાસી સમાજ જણાવે છે કે કુકરમુંડાનાં મામલતદારશ્રીએ ત્રણ મહિનાનો સમય માંગ્યો હતો પણ આઠ મહિનાનો સમય વીતી જતા પણ અમારી માંગણી પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તો પછી દબાણ વાળી જમીન પર કેવી રીતે કંપાઉન્ડ બનાવની પરવાનગી ક્યાથી મળી. બાલદા આદિવાસી સમાજ જણાવે છે કે જ્યાં સુધી દબાણ વાળી જમીન નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કંપાઉન્ડનું કામ બંધ કરવામાં આવે. એવી માંગો સાથે બાલદાના આદિવાસી સમાજ અને બી ટી એસ સંગઠન દ્વારા માંગ કરી રહયા છે. અને બાલદાના આદિવાસી સમાજ જણાવે છે કે અમારા આગેવાનો પર બિન અધિકૃત રીતે દબાણ કરેલ બિન આદિવાસીઓ દ્વારા ખોટા આક્ષેપો કરી પોલીસ ફરિયાદ કરી વારવાર આદિવાસી આગેવાનોને એક તરફી વર્તન કરી હેરાન -પરેશન કરવામાં આવે છે અને ભવિષ્યમાં આવી રીતે ખોટી અરજીઓ અમારા આગેવાનો વિરુદ્ધ કરવામાં આવશે તો અમે ગ્રામજનોએ જેલભરો આંદોલન કરવામાં આવશે. આવી ચિમકી સાથે આવેદન સુપરત કરવામાં આવેલ છે.