આવતી કાલ સુધીમાં લાઇટબીલની રકમ ન ભરનાર પાસે DGVCL પેનલ્ટી લગાવશે

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) :  કોરોનાં વાઇરસને પગલે સરકારનાં આદેશ મુજબ વીજકંપની દ્વારા પહેલી માર્ચથી ,તીસ એપ્રિલ સુધીમાં વીજબીલની રકમ ભરવાની છૂટ આપવામાં આવી હતી.

આ પ્રકારનાં બીલ ઉપર કોઈપણ પ્રકારનાં  વિલંબિત ચાર્જ વસુલવા કે વીજ પ્રવાહ બંધ કરવામાં આવશે નહીં,જ્યારે હાલમાં વીજકંપની તરફથી જણાવવામાં આવ્યું છે કે બીલ મળે કે ન મળે, પણ ફરજીયાત પણે લાઈટબીલની રકમ ,તારીખ ૩૦ મી મે એટલે કે શનિવારે ભરવાની રહેશે, જો ગ્રાહક તારીખ ૩૦ મી સુધીમાં વીજબીલની રકમ ભરપાઈ ન કરશે તો વીજકપની પેનલ્ટી વસૂલ કરશે, બીલ ન મળવાનાં કિસ્સામાં વિજગ્રાહકો ઓનલાઈન અથવા પેટાવિભાગીય કચેરીએ પોતાનાં બીલની રકમ જાણી તારીખ ૩૦ મી મે સુધીમાં ભરવાની રહેશે, બીલની રકમ ન ભરનાર ગ્રાહક પાસે વીજકપની પેનલ્ટી લગાવી પેનલ્ટીની રકમ વસૂલ કરશે, જો કે કેટલાંક ગ્રાહકોને એવી આશા હતી કે સરકાર હજુ વધુ મુદત આપશે, પરંતુ સરકારે કોઈ મુદત ન વધારતા ગ્રાહકોએ ફરજીયાત પેનલ્ટીની રકમ ભરવામાંથી બચવું હોય તો તારીખ ૩૦ મી મે નાં રોજ લાઈટબીલની રકમ ભરપાઈ કરવી પડશે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *