રાજ્યના મંત્રીશ્રીઓ અને સાંસદ-ધારાસભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં તાપી જિલ્લામાં “એક પેડમાં કે નામ 2.0” કાર્યક્રમ યોજાશે

Contact News Publisher

વ્યારાના ડુંગર ગામ અને સોનગઢના સાદડુન ખાતે થશે વૃક્ષારોપણ


(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા વનવિભાગ અને સામાજીક વનિકરણ વિભાગ, સુરત દ્વારા વન મહોત્સવ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત “એક પેડમાં કે નામ 2.0” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ગુજરાત અને હરિયાળુ તાપી સર્જવાના સંકલ્પ સાથે આ વૃક્ષારોપણ કાર્યક્રમ આજે ૧૨ જુલાઈ સવારે ૯. ૩૦ કલાકે વ્યારાના ડુંગર ગામ અને સોનગઢના સાદડુન ખાતે ૧૨. ૦૦ કલાકે યોજાશે.આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ગૃહ વિભાગ,ગુજરાત રાજ્યના મંત્રીશ્રી હર્ષદભાઈ સંઘવી તેમજ વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.

મુખ્ય મહેમાન તરીકે આદિજાતિ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જલમસિંહ વસાવા તેમજ ધારાસભ્ય સર્વેશ્રી શ્રી મોહનભાઈ કોંકણી, ડો. જયરામભાઈ ગામીતની વિશેષ ઉપસ્થિત રહેશે.

આ વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા તાપી જિલ્લાનું હરિયાળું આવરણ વધારવાનો અને પર્યાવરણ માટે લોકજાગૃતિ ફેલાવવાનો આશય છે. પ્રજાજનોને પણ આ પ્રસંગે જોડાઈ પર્યાવરણ માટે યોગદાન આપવા સામાજીક વનિકરણ વિભાગ સુરત તથા વ્યારા વન વિભાગ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *