બાતમીના આધારે વન વિભાગની ટીમે એક મારૂતિ ફ્રન્ટીમાંથી સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો : ચાલક ફરાર
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : સુરતનાં નાયબ વન સંરક્ષક પુનીત નેયરને ખાનગીરાહે બાતમી મળી હતી કે પીપલવાડા વિસ્તારમાંથી સાગનાં લાકડા ભરીને વાહન પસાર થનાર છે.
જેને આધારે મદદનીશ વનસંરક્ષક સુરેન્દ્રસિંહ કોસાડાનાં માર્ગદર્શન હેઠળ વન વિભાગનાં દક્ષિણ રેન્જના ફોરેસ્ટર ઉપેન્દ્રસિંહ રાઉલજી,સ્નેહલ ચૌધરી,પ્રકાશ દેસાઈ,પ્રશાંત બારોટ,અન્ય રોજમદારોની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ પેટ્રોલીંગમાં નિકળીયા હતા, એ દરમિયાન પીપલવાડા થી ફેદરીયા માર્ગ ઉપર વોચ રાખતાં મારૂતિ ફરન્ટી નંબર જી.જે.-૦૫- એ આર-૭૮૨૦ આવતાં વનવિભાગની ટીમે ચાલકને મારૂતિ ઉભી રાખવા ઈશારો કરતાં ચાલક મારૂતિ ફરન્ટીનો ચાલક ભાગી ગયો હતો જેને પગલે વનવિભાગની ટીમે પીછો કરતાં સરકૂઈ ગામ પાસે ચાલક મારૂતિ માર્ગ પર મૂકી ફરાર થઈ ગયો હતો, મારૂતિ ચેક કરતાં સાગી લાકડાનાં ચોરસા મળી આવ્યા હતા, વનવિભાગની ટીમે લાકડા અને મારૂતિ સાથે કુલ એક લાખ અને દશ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી,કાર્યદેસરની કાર્યવાહી હાથ ધરી છે.