તાપી જિલ્લાના ઇન્દુ ગામમાં ‘સંતૃપ્તિ અભિયાન’ અંતર્ગત નાણા સેવાઓ અને વીમા યોજનાઓ માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

રાષ્ટ્રવ્યાપી નાણાંકીય સાક્ષરતા અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં ‘સંતૃપ્તિ અભિયાન’ની શરૂઆત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૧. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શીયલ સર્વિસ (DFS) નાં માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં ૧ જુલાઈ ૨૦૨૫ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ત્રણ માસીય નાણાંકીય સાક્ષરતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં આ અભિયાનનું વર્ચ્યુઅલ લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાણા મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું

આ અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઇન્દુ ગ્રામ પંચાયત ખાતે ‘સંતૃપ્તિ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે ગામના સરપંચ શ્રીમતી સુનીતાબેન સંજયભાઈએ જણાવ્યું હતું કે આ અભિયાનથી ગામજનોને ઘરઆંગણે બેંક સેવાઓ તથા સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી પ્રાપ્ત થશે.

આ પ્રસંગે લીડ બેંક મેનેજર શ્રી રસિક જેઠવાએ અભિયાનની વિગતવાર માહિતી આપી દરેક ગ્રામ પંચાયતમાં આ અભિયાનનો વ્યાપ વધારવાની અપીલ કરી હતી. નાબાર્ડના ડીડીએમ શ્રી ઉત્કર્શ દેશમુખએ ગ્રામજનોએ પ્રધાનમંત્રી જીવન જ્યોતી બીમા યોજના (PMJJBY) તથા પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY)માં જોડાવાની અપીલ કરી હતી.

બેંક ઓફ બરોડાના ચીફ મેનેજર શ્રી સુબોધ પંજિયારાએ જણાવ્યું હતું કે બેંક દરેક વ્યક્તિ માટે ખાતા ખોલવા અને CKYC પ્રક્રિયા પૂર્ણ કરવા તૈયાર છે. ગ્રામજનોએ વધુમાં વધુ ભાગ લઇને અભિયાનને સફળ બનાવવું જોઈએ.

આ અભિયાનમાં ઇન્દુ ગામના સરપંચ શ્રીમતી સુનીતાબેન, શ્રી સંજયભાઈ ગામીત, આરસેટીના ડિરેક્ટર શ્રી કિરણ સાતપુતે, નાબાર્ડના શ્રી ઉત્કર્શ દેશમુખ, બેંક ઓફ બરોડાના શ્રી સુબોધજી, શ્રી ભરતસિંહ, તલાટી શ્રી રાજુભાઈ મહલે, FLCC ના શ્રી અનિલ ગામીત, આરસેટીનો સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિતિ નોંધાવી હતી

કેમ્પ દરમિયાન ૨૫થી વધુ લોકોએ બેંકની વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો અને આ અભિયાનને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો.

000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other