માંગરોળ ડી.જી.વી.સી.એલ. કચેરી તરફથી મેઈન્ટેન્સ માટે વીજપુરવઠો બંધ રાખવામાં આવશે
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : આગામી ચોમાસાની મૌસમને ધ્યાનમાં લઈ માંગરોળ ડી.જી.વી.સી.એલ. કંપની તરફથી આ કચેરીનાં કાર્યક્ષેત્રમાં આવતા સબસ્ટેશનોમાંથી નીકળતા વીજ ફીડરો ઉપર મેઈન્ટેન્સ કામ કરવાનું હોય આ અંગે અલગ અલગ દિવસે વિજફીડરો બંધ કરી મેઈન્ટેન્સની કામગીરી કરવામાં આવનાર છે.
જે અંતર્ગત તારીખ ૨૭ નાં મોસાલીજે.જી.વાય.અને માંગરોળ એ.જી.,૨૮ નાં નોગામ જે.જી.વાય. અને કોસાડી એ.જી.૨૯ નાં બોરીયા એ.જી.,૩૦ નાં માંગરોળ ટાઉન,મોસાલી જે.જી. વાય.,માંગરોળ એ.જી.આ તમામનો વીજ પુરવઠો બંધ રાખવાનો સમય સવારે ૭ થી સાંજે ૩ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે,તારીખ ૧ જુનના વાંકલ વીજ સબસ્ટેશનના તમામ વિજફીડરો અને વાંકલ એ.જી.વીજ પૂરવઠો બંધ રાખવાનો સમય સવારે ૮ થી સાંજે ૪ કલાકનો રાખવામાં આવ્યો છે, ૨ જૂનનાં માઈક્રોવે ટાવર,ડુંગરી જે.જી.વાય. અને નાનીનરોલી એ.જી.,વીજ પુરવઠો બંધ રાખવાનો સમય સવારે ૭ થી સાંજે ૩ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.