જૂની પેન્શન યોજના સંદર્ભે લાભાર્થી શિક્ષકોનાં જીપીએફ ખાતા બાબતે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની નોંધનીય કામગીરી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૧/૪/૨૦૦૫ પહેલાં ફરજમાં જોડાયેલ શિક્ષકોનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ થતાં લાભાન્વિત શિક્ષક ભાઈ-બહેનોનાં જીપીએફ ખાતા ખોલવાની સરળ અને ઝડપી કાર્યવાહી માટે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વેકેશન દરમિયાન પણ કમર કસી રહ્યું છે.
ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરની ઉપસ્થિતિમાં નાણાંમંત્રી મહેન્દ્રસિંહ ગોહિલે સમગ્ર તાલુકાનાં ૧૨૪ જેટલાં લાભાન્વિત શિક્ષક ભાઈ-બહેનોને માર્ગદર્શિત કર્યા હતાં. આ માટેનાં જરૂરી વહીવટી કાર્ય અર્થે કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ સહિત જીજ્ઞેશ પટેલ (મંદરોઈ), રવિન્દ્ર પટેલ (ટકારમા) તથા હેમલ પારેખ (કાછબ) જહેમત ઉઠાવી રહ્યાં છે. સદર કામગીરીનાં સરળીકરણ માટે ઈન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, બીટ નિરીક્ષક વિજયભાઈ જરગલિયા તથા ભરતભાઈ ટેલર તરફથી ઈચ્છિત સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.