કોબા પ્રાથમિક શાળાનાં આચાર્ય ધર્મેન્દ્ર પટેલને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આજનાં ગ્લોબલ વોર્મિંગનાં સમયમાં અનેક પર્યાવરણીય પડકારો સર્જાયા છે. તે વિશે જાગૃતિ ફેલાવવા અને આ ગંભીર વૈશ્વિક સમસ્યાનાં ઉકેલવાનાં અભિયાનનાં ભાગરૂપે ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાનાં આચાર્ય ધર્મેન્દ્ર પટેલે પોતાની શાળામાં પ્રકૃતિનાં સંરક્ષણ અને સંવર્ધન માટેનાં પરિણામલક્ષી પગલા ભરવા સંકલ્પબંધ થઈને ટૂંકા સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમનાં આ સરાહનીય કાર્યની નોંધ લઇ માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા તથા અનંતા એજ્યુકેશન ગાંધીનગર તેમને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025 અર્પણ કરવામાં આવેલ છે. તેમની ગૌરવપ્રદ સિધ્ધિને સમસ્ત ભાંડુત ગ્રામજનો સહિત તાલુકાનાં શિક્ષણગણે વધાવી લીધી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.