ડીજીવીસીએલ માંગરોળ પેટા વિભાગીય કચેરીનાં જુનિયર ઈજનેર ડી.ડી. પટેલનો વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ડીજીવીસીએલની કચેરી, માંગરોળ પેટા વિભાગીય કચેરી ખાતે ફરજ બજાવતાં જુનિયર ઈજનેર ડી.ડી. પટેલની અરેઠ સબ ડિવિઝનમાં બદલી થતાં તેઓનો શુભેચ્છા વિદાય સમારંભ અત્રેની કચેરીમાં રાખવામાં આવ્યો હતો. છેલ્લાં સાડા ચાર વર્ષથી માંગરોળમાં ફરજ બજાવનાર, હસમુખા સ્વભાવનાં જુનિયર ઈજનેર ડી. ડી. પટેલને સન્માનિત કરવા ડીજીવીસીએલ પેટા વિભાગ કચેરી, માંગરોળનાં નાયબ ઇજનેર ડી.જી. વસાવા સહિત સ્ટાફગણ, ખેડૂત આગેવાનો, આસપાસનાં ગામોનાં સરપંચો ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે બદલી પામી જનાર ડી.ડી. પટેલને પુષ્પગુચ્છ સાથે શાલ ઓઢાડી સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ડી.ડી. પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં અધિકારીઓ-પદાધિકારીઓ તથા સરપંચ મિત્રોનાં સાથ સહકારની સરાહના કરી હતી. તેમનાં સન્માન બદલ તેમણે આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.