તાપી જિલ્લા અધિક નિવાસી કલેકટરશ્રીએ કોઈ પણ પ્રકારના ડ્રોન ઉપયોગ,ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૯. હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્વિત કરવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી સારૂ Drone Rules, 2021 Part V; Operation of Unmanned Aircraft System, Section-24 મુજબ જિલ્લાના remote sensing, mining, law & order, internal security, defense સરકારી કે ખાનગી સંસ્થા/વ્યક્તિ દ્વારા કોઇપણ પ્રકારના UAV/Drone નો ઉપયોગ આવનાર ૦૪ દિવસ (૯૬ કલાક સુધી) ન કરે તે સુનિશ્વિત કરવા Drone Rules, 2021 Part Vi Operation of Unmanned Aircraft System, Section-24 મુજબ તાત્કાલિક જાહેરનામુ પ્રસિધ્ધ કરવા નાયબ પોલીસ અઘિક્ષકશ્રી, મુખ્ય મથક તાપી-વ્યારા દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ છે. આમ, હાલની તણાવજનક પરિસ્થિતી ધ્યાને લેતા લોકોમાં કોઈપણ રીતે ભય ન ફેલાય અને કોઈપણ પ્રકારે જાહેર-વ્યવસ્થા ન ખોરવાય તે માટે તાપી જિલ્લા સમગ્ર વિસ્તારમાં કોઇપણ પ્રકારના UAV/Drone કે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.

તેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, આર.આર.બોરડને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-(BNSS)-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રુએ હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ કાયદો & વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી સારૂ Drone Rules, 2021 Part V; Operation of Unmanned Aircraft System, Section-24 મુજબ જિલ્લાના remote sensing, mining, law & order, internal security, defense સિવાયના અન્ય ૪ હેતુ માટે કોઈ સરકારી કે ખાનગી સંસ્થા/વ્યક્તિ દ્વારા આમજનતાના મનમાં ભય કે શંકા ઉત્પન્ન ન થાય તે માટે તાપી જિલ્લાના સમગ્ર હદ વિસ્તારમાં કોઇપણ પ્રકારના UAV/Drone નો ઉપયોગ કરવા તથા જોરથી અવાજ કરે તેવા પ્રકારના ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ હુકમ કોઇપણ પ્રકારના UAV/Droneનો ઉપયોગ કરવા માટે તા.૦૯/૦૫/૨૦૨૫ના કલાક ૦૦/૦૦ થી તા.૧૨/૦૫/૨૦૨૫ના કલાક ૨૪/૦૦ (૯૬ કલાક માટે) તથા જોરથી અવાજ કરે તેવા પ્રકારના ફટાકડા ફોડવા ઉપર તા.૦૯/૦૫/૨૦૨૫ થી તા.૧૫/૦૫/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.હુકમનો ભંગ કરનાર શિક્ષા ને પાત્ર થશે.

000

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *