માનવ સેવા સંઘ સુરત “છાયડો” સંસ્થા દ્વારા બુહારી ખાતે દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સામગ્રી વિતરણ કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ માનવ સેવા સંઘ સુરત “છાયડો” સંસ્થા દ્વારા રામજી મંદિર હોલ, બુહારી તા. વાલોડ મુકામે દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સામગ્રી આપવાનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં આ કેમ્પ ના દાતા શ્રી એવા રત્નાપા ચેરીટેબલ ટ્રસ્ટ બારડોલી તથા કપિલાબેન પટેલ USA તથા અજીતાબેન અશ્વીન કુમાર શ્રોફ તથા શિલ્પાબેન ખેમકા સુરત હાજર રહ્યા હતા. સૌ પ્રથમ દિપ પ્રાગટય કરીને કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યાર બાદ મહેમાનો નો પરિચય અને સ્વાગત બુહારી પ્રા.આ.કેન્દ્ર ના મેડીકલ ઓફિસર શ્રી ડૉ. તરલીકા બેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યુ હતું તથા છાંયડો સંસ્થા વિશેની માહિતી છાંયડો સંસ્થાના પ્રમુખ શ્રી ભરત ભાઈ શાહ દ્વારા વિસ્તૃત માહિતિ આપવામાં આવી હતી. તથા ત્યારબાદ ગામના અગ્રણી એવા શ્રી ઉદયભાઈ દેસાઈ દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી. ગામના ઉપસરપંચ શ્રી સુરજભાઈ દેસાઈ એ પણ કાર્યક્રમ ને અનુરૂપ માહિતી આપી હતી. તથા આગામી કેમ્પ વિષે માહિતી શ્રી રાજેશ ભાઈ શેઠ દ્વારા આપવામાં આવી હતી. આ કાર્યક્રમ માં શ્રી સત્યજીત ભાઈ દેસાઈ, શ્રી કર્ણ ભાઈ દેસાઈ, શ્રી દિગેન્દ્રભાઈ પટેલ તથા ગામ ના સરપંચ શ્રી , ઉપ સરપંચ શ્રી, તાલુકા પંચાયત સભ્ય શ્રી, જિ. પં સભ્ય શ્રી તથા પી.એચ. સી બુહારી નો સ્ટાફ શ્રી પરીમલ ભાઈ, દિપ્તીબેન તથા બીજા સ્ટાફ, આશા વર્કર તથા છાયડો ટીમ ના ડૉ. દામજી ભાઈ અને તેમની પુરી ટીમ તથા શ્રી મુકેશભાઈ અને વાસવભાઈ દેસાઈ હાજર રહ્યા હતા. આ કેમ્પ માં કુલ કપાયેલા કૃત્રિમ હાથ અને પગ વાળા ૩૮ લાભાર્થી ને આપ્યા તથા ૨૨ લાભાર્થી ને કાન ના મશીન તથા બીજા અન્ય સાધનો જેવા કે વહીલચેર ૪ લાભાર્થી ને અને ૨ લાભાર્થી ને ટ્રાઈસિકલ આપવા માં આવી.. ત્યાર બાદ છાંયડો સંસ્થા દ્વારા પ્રશસ્થિ પત્ર ડૉ. તરલીકા બેન તથા PHC બુહારી ના સ્ટાફ, શ્રી ઉદયભાઈ દેસાઈ પ્રમુખ શ્રી રામજી મંદિર ટ્રસ્ટ ને આપવામાં આવ્યા. અને આ કાર્યક્રમ માં આ વિતરણ માટેની જગ્યા તથા ભોજન નો સંપૂર્ણ સ્પોન્સર એવા શ્રી સત્યજીત ભાઈ અને ઉદયભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અંતે આભાર વિધિ નિવૃત આચાર્યશ્રી અમૃતતાઇ વડાવિયા દ્વારા કરવામાં આવી અને સૌ ભોજન સાથે લઈને છુટા પડ્યા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.