વિશ્વ રેડ ક્રોસ દિવસ નિમિત્તે “આરોગ્ય રથ” ફેરવીને લોકોને રેડ ક્રોસની આરોગ્ય વિશે તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કરાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રેડ ક્રોસ સોસાયટી દર વર્ષે તારીખ ૦૮મી મે વિશ્વ રેડ ક્રોસ દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે રેડ ક્રોસ સોસાયટીના સ્થાપક જીન હેન્રી ડુનાન્ટ ના જન્મ દિવસને રેડ ક્રોસ સોસાયટી ના સ્થાપના દિવસ તરીકે આખા વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે દર વર્ષે રેડ ક્રોસ સોસાયટી દ્વારા એક સૂત્ર આપવામાં આવે છે. આ વર્ષનું સૂત્ર “માનવતાના પક્ષ”માં છે. આ અનુંસંધાને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા સમગ્ર ગુજરાતમાં રેડ ક્રોસની વિવિધ જીલ્લા તેમજ તાલુકા શાખાઓમાં “આરોગ્ય રથ” ફેરવીને લોકોને રેડ ક્રોસની આરોગ્ય વિશે તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ જેવી કે, પ્રાથમિક સારવાર તાલીમ, આપાત કાલિન પ્રવૃત્તિઓથી માહિતગાર કરશે છે. અને ગુજરાતના નાગરિકોમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટેની ભાવનાનું સિંચન કરવાના ભાગ રૂપે આરથ કાઢવામાં આવી રહ્યો છે. આ રથ આજ રોજ તાપી જીલ્લાના વ્યારા મૂકામે આવેલ ઈન્ડિયન રેડ ક્રોસ સોસયટી તાપી જીલ્લા શાખા મૂકામે આ આરોગ્ય રથનું ગુજરાન રાજ્ય શાખાના વાઈસ ચેરમેન ડૉ. અજયભાઈ દેસાઈ કે જેઓ ઈન્ડિયન રેડ ક્રોસ સોસયટી તાપી જીલ્લા શાખાના સેક્રેટરી પણ છે. અને તાપી જીલ્લા રેડ ક્રોસ શાખાના હોદ્દેદારો શ્રી શિરીષભાઈ પ્રધાન, શ્રી રાકેશભાઈ શાહ, શ્રી નિખીલભાઈ શાહ, શ્રી કેયુરભાઈ શાહ, શ્રી ચિરાગભાઈ શાહ, અને બીજા સભ્યોએ હાજર રહી રથનું સ્વાગત ભખિબા રેડક્રોસ ભવન, તાડકુવા, વ્યારા ખાતે કરવામાં આવ્યું, અને ત્યા રેડ ક્રોસના સભ્યો અને સ્વયંસેવકોએ સેવાના શપથ લીધા. સાથે સાથે સૌને રેડ ક્રોસની માહિતીથી માહિતગાર કર્યા અને પત્રિક વહેંચવામાં આવી. ત્યાર બાદ રેડ ક્રોસ રથને વ્યારાના માર્ગ પર થઈ નવસારી જીલ્લામાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું.
નીચે આપેલ ગુગલ લીંક દ્વારા સ્વયંસેવકનું રજીસ્ટ્રેશન કરાવવાનું ચાલુ કરવામાં આવેલ છે અને રજીસ્ટર થયેલ સ્વયંસેવકોને પ્રાથમિક સારવાર તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ આપવામાં આવશે.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdCZyNcOEAzGjEWKEkZ7FdzCErNekS7F 1qkspE-yLZ18rjnw/viewform?usp=dialog
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.