ઓલપાડની તળાદ હાઇસ્કૂલનાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ઝળહળતુ પરિણામ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ ૧૨ નાં સામાન્ય પ્રવાહનું ઓલપાડ તાલુકાની તળાદ હાઇસ્કૂલનું પરિણામ ૯૨.૮૬ ટકા આવેલ છે. શાળાનાં કુલ ૪૨ વિદ્યાર્થીઓ પૈકી ૩૯ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. જેમાં ૪ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. ૮૪.૭૧ ટકા પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થી નીલકુમાર સુનિલભાઈ પટેલને સ્થાનિક કેળવણી મંડળ તથા શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. આ સાથે તમામ વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં ઉત્તરોઉત્તર પ્રગતિ માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે સ્થાનિક કેળવણી મંડળનાં પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષનું બોર્ડનું પરિણામ અત્યાર સુધીનાં પરિણામોમાં શ્રેષ્ઠ પરિણામ છે જેનો તમામ શ્રેય વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીજનોનાં ફાળે જાય છે. તેમણે ઉમેર્યું હતું કે શાળાનાં મોટાભાગનાં વિદ્યાર્થીઓ ટ્યુશન વગર સિદ્ધિને વરેલ છે જે નોંધપાત્ર બાબત છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.