મોરંબા ગામના જરૂરિયાત મંદ ૨૦થી વધુ પરિવારોને ખ્રિસ્તી બંધુ તરફથી અનાજની કીટનું વિતરણ
(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા નિઝર) : કુકરમુંડા તાલુકાના મોરંબા ગામના જરૂરિયાત મંદ ૨૦થી વધુ પરિવારોને ખ્રિસ્તી બંધુ તરફથી ચોખા, તેલ, દાળ, લોટ વગેરે વિતરણ કરવામાં આવ્યું છે.
હાલમાં ચાલતા સમગ્ર દેશમાં covid ૧૯ જે આખા દેશમાં હાહાકાર મચાવ્યો છે. દરેક દેશોમાં એની અસર પહોંચી છે. કોરોના વાઇરસની બીમારીની લીધે હજારો લોકો સિન્ક્રમિત થયા છે. ત્યારે ઘણા બધા ગરીબ લોકોની રોજગારી પણ છીનવાય ગઈ છે. હાલમાં લોકોને ખાવાની ઘણી બધી તકલીફ સર્જાય રહી છે. એવા સમયમાં ખ્રિસ્તી બંધુ દ્રારા આ covid ૧૯ જેવી મહામારીમાં ગરીબ લોકો જે આર્થિક રીતે અસરગ્રસ્ત થયા છે. તેમને આ ખ્રિસ્તી બંધુ દ્રારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવેલ છે. તેમજ આ બીમારીથી કેવી રીતે સાવચેતી રાખવી તે પણ માહિતી લોકોને આપવામાં આવી છે. ઘણા બધા ગામોમાં આ ખ્રિસ્તી બંધુ દ્રારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવેલ છે. ખ્રિસ્તી બંધુના કાર્ય કરતા : સુહાસભાઈ વળવી, સંજયભાઈ માવચી, યોગેશભાઈ ભોયેના સહયોગથી આ સેવા કાર્ય પૂરું કરવામાં આવ્યું છે. અનાજની કીટ વિતરણ કરી આ ખ્રિસ્તી બંધુએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.