પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના દ્વારા રાનવેરી ગામના જરૂરીયાતમંદ પરિવારને રૂ. ૨ લાખની આર્થિક સુરક્ષા મળી

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દિપકભાઇ ચૌધરીના પરિવારને પ્રધાનમંત્રી જીવન સુરક્ષા બીમા યોજના હેઠળ રૂ. ૨ લાખની વીમા રકમ અર્પણ કરાઇ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૩. પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના (PMJSBY) અંતર્ગત માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વાલોડ તાલુકાના રાનવેરી ગામના દીપકભાઈ મનજીભાઈ ચૌધરીના પરિવારને રૂપિયા બે લાખની વીમા રકમ વિતરણ કરવામાં આવી. આ ચેક તેમના પત્ની શોભનાબેન ચૌધરીના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો.
આ ચેક વિતરણ બેંક ઓફ બરોડા વાલોડ શાખા દ્વારા બ્લોક લેવલ બેંકર્સ કમિટી (BLBC) ની માર્ચ 2025ની રિવ્યૂ મિટિંગ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબેન રાઠોડ, લીડ બેંક મેનેજર રસિક જેઠવા, નાબાર્ડના ડીડીએમ ઉત્કર્ષ દેશમુખ, CFL સેન્ટરનાં અનિલાબેન અને અજીત ડોડિયા સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
લીડ બેંક મેનેજરશ્રી રસિક જેઠવાએ ચેક વિતરણ કાર્યક્રમમાં જણાવ્યું હતુ કે, મૃતક દીપકભાઈ મનજીભાઈ ચૌધરીનું બેંક ઓફ બરોડાની વાલોડ શાખામાં બચત ખાતું હતું અને તેઓ PMJSBY હેઠળ વીમા ધારક હતા. તેમના મૃત્યુ બાદ તાત્કાલિક ક્લેમ પ્રક્રિયા કરવામાં આવી અને રકમ પરિવારના ખાતામાં જમા કરાઈ છે.
આ પ્રસંગે નાબાર્ડના ડીડીએમ એ જણાવ્યું હતું કે જીવન સુરક્ષા બીમાં યોજના વિશે લોકોમાં વધુ ને વધુ જાગૃતિ ફેલાય તે માટે ગ્રામ્ય કક્ષા એ એવરનેસ પ્રોગ્રામ કરવા તેમજ 18 વર્ષ થી ઉપરના દરેક વ્યક્તિએ સરકારશ્રીની આ બે વીમા યોજના PMJJBY અને PMJSBY માં જોડાવા અપીલ કરી હતી.
CFL સેન્ટર ના અનિલાબેન અને અજિત ડોડિયાએ મૃતકના પરિવાર શ્રી શોભનાબેન દીપકભાઈ ચૌધરી ને આ વીમા યોજના ના અંગે ખાસ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડી ને વીમા ક્લેમ માં મદદરૂપ થયા હતા.
આ વેળાએ શોભનાબેન ચૌધરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આ સહાય તેમના પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. તેમણે અન્ય નાગરિકોને પણ PMJJBY અને PMJSBY જેવી યોજનાઓમાં જોડાવાનું આહ્વાન કર્યું હતુ.આ સાથે ક્લેમની પ્રોસેસ અને સારી ગ્રાહક સેવા પૂરી પાડવા બદલ બેંક ઓફ બરોડાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.