જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૩ થી ૮ ની વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા બાદ આજરોજ ઓલપાડ તાલુકાનાં ૮ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણવા ઉત્સાહ અને આતુરતાપૂર્વક શાળાએ પહોંચ્યા હતાં. શાળાઓમાં બાળકોનો ઉત્સાહ વધારવા ચોકલેટ પણ વહેંચવામાં આવી હતી.
આ તકે બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિ વર્ષ પરંપરા મુજબ ૩૫ દિવસનું વેકેશન જાહેર કરવામાં આવેલ છે જે વેકેશન તા. ૫/૫/૨૦૨૫ થી તા. ૮/૬/૨૦૨૬ સુધી રહેશે. તા. ૯/૬/૨૦૨૫ થી શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે. આ સાથે ઈન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, બીટ નિરીક્ષક વિજયભાઈ જરગલિયા, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે બાળકોને ઉનાળુ વેકેશનની શુભેચ્છા પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.