જુવેનાઈલ જસ્ટીસ્ટ બોર્ડની જિલ્લા સેવા સદન ખાતે કચેરી કાર્યરત કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૧. જુવેનાઈલ જસ્ટીસ્ટ બોર્ડની કચેરીની ફાળવણી જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવી છે. આજ રોજ તા.૦૧ મે ગુજરાત સ્થાપના દિન નિમિતે આ કચેરી કાર્યરત કરતા ઉદ્ઘાટન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબશ્રી, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના ચેરમેનશ્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સભ્યશ્રી, બાર એસોસિયેશનના પ્રમુખશ્રી તેમજ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ બાળકો અને વાલીઓ હાજર રહ્યા હતા. બાળકોના હિતને ધ્યાનમાં રાખી આ કચેરીની ફાળવણી થતા વધુ સક્ષમ રીતે કાર્ય કરી શકાશે. બોર્ડના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરી સાથે જિલ્લા વહીવટીતંત્રનો આભાર માન્યો હતો. આ કચેરીને બ્લોક નંબર ૫, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા ખાતે કાર્યરત કરવામાં આવેલ છે.
૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.