પાલેજ પાસે HHFMC સ્કૂલ સભાખંડમાં નસીમનામા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :: તા.૩૦. ભરૂચનાં પાલેજ નજીક આવેલી HHFMC સ્કૂલનાં સભાખંડમાં નબીપુર ગામનાં કવિ શબ્બીર હાફેજ રચિત નસીમનામા પુસ્તકનું વિમોચન ડો. મતાઉદ્દીન ચિશ્તી, ગુજરાત ટુડેનાં તંત્રી અજીજ ટંકારવી સહિત ઉપસ્થિત મહાનુભવોની હાજરીમાં વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરઆનથી કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરનાં પહલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલ નાગરિકો માટે આ તકે બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
નસીમનામા પુસ્તકનાં રચયિતા શબ્બીર હાફેજીએ પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે પ્રથમ હું સૌનો આભાર વ્યક્ત કરું છું. ડો. મતાઉદ્દીન ચિશ્તીએ પોતાનો વ્યસ્ત સમયમાંથી અમૂલ્ય સમય ફાળવી ઉપસ્થિત રહ્યાં છે. ડો. મતાઉદ્દીન ચિશ્તીની ઈચ્છા મુજબ ફરી આજે હું આ પુસ્તકનું વિમોચન કરુ છું. મોટામિયા માંગરોલની ગાદીનાં વર્તમાન ગાદીપતિ હઝરત પીર સૈયદ સલીમુદ્દીન ફરીદુંદ્દીન ચિશ્તી તેમજ તેઓનાં સુપુત્ર ઉત્તરાધિકારી ડો. મતાઉદ્દીન ચિશ્તીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પોતાનાં બાળકોને દેવું કરીને પણ શિક્ષિત બનાવો. ત્યારબાદ ગુજરાત ટુડેનાં તંત્રી અજીજ ટંકારવીએ પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે ડૉ. મતાઉદ્દીન ચિશ્તીની છત્રછાયામાં આપણે એકત્ર થયા છીએ એ બહુ મોટી વાત છે. આજનાં યુગમાં દસ્તાવેજ કરવો ખૂબ અગત્યનું છે આપણું જીવન જે છે એમાં સમાયેલું છે.
કાર્યક્રમનાં મુખ્ય અતિથિ ડો. મતાઉદ્દીન ચિશ્તીએ પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજનાં આ ઉમંગનાં અવસરમાં શબ્બીરભાઇ હાફેજીનો આભાર વ્યક્ત કરુ છું. મને લાગે છે કે નશીમનામામાં આપણે સૌ ઉપસ્થિત થયા છે એ આપણી ખુશનસીબી છે. આ પુસ્તકનાં રચયિતાને હું અભિનંદન પાઠવું છું. દુઃખમાં હૈયાને કાબૂમાં રાખજો, એક ભૂખ્યું પેટ, તૂટેલું હૈયુ અને સંઘર્ષમય જીવન માનવીને જીવન જીવતા શીખવાડે છે. બુદ્ધિ હડતાળ પર ઉતરે તો જીભ ઓવર ટાઇમ કરે છે. અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.