રવીન્દ્રભાઈને સુથારીકામ કરવા માટે નાણા સાથે સ્વતંત્રતા મળી

ધંધો કરવા લોન, ટ્રેનીંગ અને સાધનો જેવા ત્રણે આયામ મળે તેવી યોજના એટલે પી.એમ વિશ્વકર્મા યોજના
—
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) :, તા.૨૩. કુકરમુંડા તાલુકાના બહુરૂપા ગામના મિસ્ત્રી રવીન્દ્રભાઈને મિસ્ત્રીકામની સારી એવી ફાવટ. પણ આર્થિક સ્થિતિ પહેલાથી સારી ન હતી. શસ્ત્ર-સરંજામ લેવાના પૈસા કાઢે કે પોતાનું ગુજરાન ચલાવવા માટે કમાણી માંથી વાપરે. આવી વિડમ્બના વચ્ચે રવીન્દ્રભાઈને બેંક ઓફ બરોડાની નિઝર બ્રાંચમાંથી પી.એમ વિશ્વકર્મા યોજનાની માહિતી મળી. તેમણે આ લોન માટે ફોર્મ ભર્યું. ત્યારબાદ વ્યાવસાય કરવા રૂપિયા ૧ લાખની સુથારીકામ માટે રવીન્દ્રભાઈને લોન તો મળી ગઈ પણ સાથે સાથે ટ્રેઈનીંગ પણ મળી. રવિન્દ્રભાઈ કહે છે કે આ લોન મેળવવામાં તેમને કોઈ અડચણ કે તકલીફ પડી નથી. પી.એમ વિશ્વકર્મા યોજના એક પરિવર્તનકારી પહેલ તરીકે ઉભરી આવે તેવી યોજના છે. આ યોજનામાં કારીગરો દ્વારા પ્રદાન કરવામાં આવતા ઉત્પાદનો અને સેવાઓની ગુણવત્તા અને પહોંચ વધારવા ચાવીરૂપ સાબિત થાય છે. વળી, લાભાર્થીઓને કોલેટરલ લોન અને વ્યાજ સબવેન્શનની સુવિધા પ્રાપ્ત થાય છે. રવીન્દ્રભાઈને ટ્રેનીંગ સાથે ટુલ કીટ પણ આપવામાં આવી. જેમાં આધુનિક સાધનો અને કૌશલ્યવર્ધન થાય તેવો સરંજામ આપવામાં આવ્યો છે. રવિન્દ્રભાઈ જેવા કેટલાય કારીગરીનું જીવન આવી યોજનાઓ થકી સ્વાવલંબી બન્યું છે.
Box
શું છે પી.એમ વિશ્વકર્મા યોજના ?
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ભારત સરકાર દ્વારા 17 સપ્ટેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવેલી એક કેન્દ્રિય યોજના છે, જે હસ્તકલા, હસ્તશિલ્પ અને પારંપરિક વ્યવસાયોમાં કાર્યરત કારીગરો અને શિલ્પકારો જેવા કુલ ૧૮ પરંપરાગત વ્યવસાયો સંકલિત સહાયતા પ્રદાન કરે છે.
OOOO
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.