શ્રી અખિલ ભારત રાણા સમાજ દ્વારા શિક્ષકો અને પ્રાધ્યાપકોના સંમેલન યોજાશે

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૨૭/૦૪/૨૦૨૫ ના રોજ શ્રી અખિલ ભારત રાણા સમાજ દ્વારા આયોજિત શિક્ષકો અને પ્રાધ્યાપકોનુ સંમેલન વડોદરા મુકામે યોજાવા જઈ રહ્યું છે.ત્યારે તેના ભાગરૂપે તથા પૂર્વ તૈયારી માટે આજરોજ તા.૬ એપ્રિલ ૨૦૨૫ શ્રી રામ નવમીના શુભ દિને શ્રીભરતભાઈ રાણા (વ્યારા) તથા ફાલ્ગુનીબેન રાણા વ્યારા અને સેજલબેન રાણા (વ્યારા ન.પા.ના પૂર્વ પ્રમુખ)ના નેજા હેઠળ તાપી જિલ્લા રાણા સમાજના શિક્ષકોની એક અગત્યની સંકલન મિટિંગ સિગ્મા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, અંબાજી કોમ્પલેક્ષ,ચોથો માળ,ઉનાઈ રોડ વ્યારા મુકામે યોજાય ગઈ. જેમાં શ્રી અખિલ ભારત રાણા સમાજના પ્રમુખ શ્રી દિપકભાઈ કાશીરામ રાણા,ઉપ પ્રમુખ શ્રી સનતભાઇ રાણા, મહામંત્રી શ્રી નવીનભાઈ ચાપડિયા, શ્રીમતી ચંપાકલીબેન,ડૉ. પ્રાધ્યાપક શ્રી ગીરીશભાઈ રાણા અને વડોદરા શહેરના શ્રી કિશોરભાઈ રાણા એ હાજર તમામ શિક્ષકો અને પ્રાધ્યાપકો ને સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને વડોદરા મુકામે યોજાય રહેલ શિક્ષક – પ્રાધ્યાપકો નાં સંમેલન માં વધુ ને વધુ સંખ્યામાં શિક્ષકો પ્રાધ્યાપકો જોડાય તથા સંમેલન ને સફળ બનાવે એવી અપીલ કરવામાં આવી હતી. આજની મિટિંગમાં ઘણી મોટી સંખ્યામાં તાપી જિલ્લા રાણા સમાજના શિક્ષકો હાજર રહ્યા હતા. મિટિંગમાં હાજર સૌ શિક્ષક મિત્રો એ પોતાનો વ્યક્તિગત પરિચય આપ્યો હતો તથા વડોદરા નાં સંમેલન માં હાજરી આપવાની ખાતરી આપી હતી. હાજર તમામને માટે સુંદર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન શ્રીમતી ફાલ્ગુની બેન રાણા તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભરતભાઈ રાણા (કે.કે.કદમ માધ્યમિક સ્કુલ વ્યારા નાં ટીચર) એ કર્યું હતું. અંતે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હાજર સૌ કોઈ એ સુંદર સહયોગ આપ્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.