વિશ્વ વન દિવસની ઉજવણી અંતર્ગત વ્યારા ખાતે વનશ્રી ફૂડ ફેસ્ટિવલ યોજાયું

જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે વનશ્રી ફૂડ ફેસ્ટિવલની મુલાકાતે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૨. વિશ્વ વન દિવસની ઉજવણી અંતર્ગત, તા. ૨૧ માર્ચ ૨૦૨૫ ના રોજ “Forest and Food” થીમ પર આધારિત વ્યારા વન વિભાગ દ્વારા વનશ્રી ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફુડ ફેસ્ટીવલમાં બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ વન ઔષદીઓ,વાનગીઓની પ્રદર્શની ગોઠવવામાં આવી હતી. આ ઉત્સવનું આયોજન વ્યારા વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ્ય વન અને ખાદ્ય સંસાધનોના મહત્ત્વને ઉજાગર કરવાનો હતો.
આ પ્રંસંગે જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે વનશ્રી ફૂડ ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી. જેમાં વન વિભાગ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ અને બહેનઓ દ્વારા ચલાવવામાં આવતી વનશ્રી રેસ્ટોરન્ટની મુલાકાત લઇ વિગતે માહિતી મેળવી હતી.
આ મુલાકાત દરમિયાન ડીસીએફ સચિન ગુપ્તા અને આર.એફ.ઓ અનિરૂધ્ધ સંઘાની સહિત વ્યારા ફોરેસ્ટ વિભગના અન્ય અધિકારી કર્મચારીઓ,આંગણવાડીના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.