જિલ્લા વહિવટી તંત્રને અર્પણ : રૂમકીતલાવમાં પાણીની ટાંકી કડકભૂસ થતા પીવાના પાણીની સમસ્યા
જવાબદારો કોઇ વાત-રજુઆત સાંભળતા નથી
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા નિઝર) : નિઝર તાલુકા અને કુકરમુંડા તાલુકામાં ઉનાળામાં પાણીની સમસ્યા વધી, એવામાં બન્ને તાલુકામાં ઘણી જગ્યાએ પીવાના પાણી અને સિંચાઈના પાણીની તંગી વર્તાય રહી એવું જણાય આવે છે. તો રૂમકીતલાવમાં પાણીની ટાંકી જર્જરિજ હાલતમાં હોવા છતાં પણ અધિકારીઓએ ધ્યાનમાં ના લીધું,અને પાણીની ટાંકી ધરાશાય થયી,એક તરફ કડકડ ઉનાળાની ગરમીની લીધે લોકોને પાણીની વધારે જરૂરત હોય છે.તો બીજી તરફ પાણીની ટાંકી પાડી જવાથી લોકોને પાણીની તકલીફ વધારે થઈ ગઈ છે.હાલમાં પાણીની તકલીફ આડદા,ગાબડી, રૂમકીતલાવ,બેજ, મોવલીમોવલીપાડા ૧પાડા, સરવાળા, વેલ્દા, ચિંચોદા, રાયગઢ, નિઝર વગેરે ગામમાં પાણીની તકલીફ વધારે જોવા મળી રહી છે. હાલમાં પ્રશાસન પાણીની તકલીફ પર વધારે ધ્યાન આપે તો સારુ, નિઝર/કુકરમુંડા તાલુકામાં બોરવેલ અને હેંડપંપ તો નખવામાં આવેલ છે, પરંતુ બોરવેલમાંની મોટર કે પછી હેંડપંપ ખરાબ થઈ જાઈ તો બોરવેલની મોટર અને હેંડપંપની રીપેરીંગ કોણ કરે ? રજુઆત કોઇ સંભાળવા તૈયાર નથી. આ એક મોઠો પ્રશ્ન નિઝર /કુકરમુંડા તાલુકામાં ઉભો થાય છે.જયારે બન્ને તાલુકાના ગામોમાં બોરવેલમાંની મોટર અને હેંડપંપ ખરાબ થઈ જાઈ તો જે લોકો ગલીમાં રહે છે, તે લોકો ઉઘરાણી કરીને બોરવેલની મોટર અને હેંડપંપને રિપરિંગ કરીને લાવે છે. તો ત્યારે પાણીની સમસ્યા દૂર થાય છે. પરંતુ કેટલા મહિના સુધી લોકો જાતેજ ઉઘરાણી કરીને રિપરિંગ કરશે. સરકાર યોજનાની જાહેરાત તો કરે છે પણ બધી યોજના માત્ર કાગળ પરજ રહી જાઈ છે. અને ખોખલા વાયદા આપવામાં આવે છે. જેના પગલે આ વર્ષે પણ એવીજ કપરી પરિસ્થિતિ છે. એક બાજુ કોરોનની મહામારી અને બીજી બાજુ પાણીની તકલીફ તે તાત્કાલિક ધ્યાને લઈ પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે. અને જવાબદારોની શાન ઠેકાણે લાવે.