ડોલવણના ઘાણી પીએચસીમા ડેન્ગ્યુ ડે અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ હાથ ધરી પોરાનાશક કામગીરી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૧૬ મે ડેન્ગ્યુ દિવસ નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડોલવણના ઘાણી વિસ્તારમા બેડા, કલકવા, બામણામાળદુર, ગાંગપુર, કમલાપુર, ભાગલપુર,જેવા ૧૦ગામોમાં મચ્છર નાશક કામગીરી સાથે હાલમાં કોવીડ ૧૯ની મહામારીના કારણે સમગ્ર જીલ્લામા લોકડાઉન હોવાના કારણે તમામ વ્યકતિઓ કુટુંબ સાથે ઘરમાં જ રહેતા હોય ડેન્ગ્યુ રોગના ફેલાવા માટે શક્યતા વધી જાય છે. તેવા સંજોગોમાં ડોલવણના ઘાણી પીએચસી વિસ્તારમાં ૨૫ આશા બહેનો, ૧૪ પેરામેડીકલ સ્ટાફને મેડીકલ ઓફીસરના માર્ગદર્શન હેઠળ ૪૯૯૦ઘરોની મુલાકાત લઈ માટલા, ફીઝ, પ્લાસ્ટીક પાત્રો, કન્ટેનર, ટાંકી, જેવા મચ્છર ઉત્પન થતા પેરા ડોમેસ્ટીક, ઈન્ટરા ડોમેસ્ટીક પાત્રોની ચકાસણી કરી પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી….
આ ઉપરાંત દરેક ગામમાં જુથ ચર્ચા, વ્યકતિગત સંપર્ક, પત્રિકા, વહેંચણી કરી ડેન્ગ્યુ મેલેરિયા જેવા રાષ્ટ્રીય વાહકજન્ય રોગો નાથવા ચોમાસા પહેલાની અવેરનેસ કેમ્પેઈન લોક કામગીરી કરવામાં આવી હતી. તેવુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડોલવણ( ઘાણી) ના મેડીકલ ઓફીસર ડૉ.નેહા વસાવા તથા એમ.પીં એચ.એસ. સુરેશભાઈ ગામીતે એક અખબારી યાદીમા જણાવેલ છે.