પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતા 181 અભયમ મદદે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના એક વિસ્તારમાથી પીડિત મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને જણાવેલ કે તેઓના પતિ કોઈ પણ કામ ધંધો કરતા નથી. અને અવારનવાર ઘરની નાની નાની બાબતે ઝોગડો કરે છે. અને મારામારી કરે છે. જેથી આપની મદદની જરૂર છે. કોલ મળતા ની સાથે જ તુરંત જ 181 મહિલા અભયમ ની ટીમ ઘટના સ્થળ પર પહોંચે છે. જ્યાં પિડીત મહિલાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલ કે તેઓએ તેમના પતિ સાથે પ્રેમલગ્ન કરેલ છે. લગ્નના બે વર્ષ થયેલ છે. લગ્ન જીવનમાં એક દીકરી છે. પતિ કોઈ જ કામ ધંધો કરતા નથી. તેમજ પિડીત મહિલા ઘરમાં દુકાન નાખી ગુજરાન ચલાવે છે. અને તેમના પરિવારથી અલગ તેમના પતિ સાથે રહે છે. તેઓના પતિ દરરોજ ઘરના કામકાજમાંથી ગાળાગાળી કરી ઘરમાં વસ્તુઓની તોડફોડ કરે છે. મારપીટ કરવા હાથ ઉપાડે છે. જેથી પીડિત બહેનના પતિને કાયદાકીય માહિતી આપીને સમજાવીને પતિ પત્ની વચ્ચેનો સબંધ જળવાઈ રહે અને સંતાનોનું ભવિષ્ય ન બગડે જે બાબતે સમજ આપી બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવેલ છે. જેથી પીડિત મહિલાએ અભયમ ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.